‘JUNAGADH’ GUJARAT

‘’’જૂનાગઢ”” એ ગુજરાતનું એક પ્રાચીન નગર છે જૂનાગઢમાં… મંદિરો, ગુફાઓ, મહેલો, મસ્જીદ, મકબરા અને ઉપરકોટ કિલ્લો,વગેરે આવેલા છે આ જૂનાગઢ ના ઇતિહાસના સાક્ષી છે, ઉપરાંત પણ જૂનાગઢમાં એવું ઘણું બધું છે જે જૂનાગઢનું ગોરવ છે. જેમાં, સમ્રાટઅશોક ના શિલાલેખ, રાણકદેવીનો મહેલ(જામી મસ્જીદ) નીલમ-માણેક તોપ,અડી-કડી વાવ, નવઘણ કુઓ, બોદ્ધ ગુફાઓ, અને પ્રસિદ્ધ નરસીંહ મહેતા નો ચોરો, ગીરનાર પર્વત, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, અને ગુજરાતનું ગોરવ એવા એશીયાટીક સિંહો (સાવજો) ની ભૂમિ પણ આ જ છે

ઇતિહાસની અટારીએ થી‘’’જુનાગઢ””

એક શરૂઆતી સંરચના, ઉપરકોટ કિલો, શહેરના મધ્યમાં એક ટેકરી પર સ્થિત છે, ‘’ચન્દ્રગુપ્ત’’એ મોર્ય વંશ ના કાળમાં બનાવેલ.અને આશરે ૬ઠ્ઠી સદી સુધી આ ‘’ઉપરકોટ’’ કિલ્લાનો ઉપયોગ ચાલુ રહ્યો,ત્યાર બાદ લગભગ ૩૦૦ વર્ષો સુધી આ કિલ્લો છોડી દેવામાં આવેલો, ત્યાર બાદ ઈ.સ.૯૭૬ માં ”ચુડાસમા” શાસકો દ્વારા આ કિલ્લો શોધવામાં આવેલો અને શાસન સ્થાપિત કરવામાં આવેલું, ત્યારબાદના ૧૦૦૦ વર્ષોમાં આ કિલ્લાં પર ‘૧૬’ વખત ઘેરો નાખવામાં આવેલો, અને આશ્ચર્ય ની વાત એ છે કે એ પેકી એક વખતની નિષ્ફળ ઘેરાબંધી ૧૨ વર્ષો સુધી ચાલેલી,‘’’સમ્રાટ અશોક ના શિલાલેખ’’ઉપરકોટના કિલામાં ૧.૨ કીલોમીટરના અંતરે એક મોટા સીલાખંડ પર સમ્રાટ અશોકના ૧૪ વર્ણનો સાથેનો શિલાલેખ છે, આ જ સીલાલેખની બાજુમાં આ સમય પછીનો પણ એક સંસ્કૃત ભાષાનો શિલાલેખ પણ છે            

અહી જુનાગઢમાં ”પ્રાચીન” બોદ્ધ ગુફાઓ અને જેન દેરાસરો પણ આવેલા છે અહીના ”ઇટવા” અને ”બોરદેવી” માંથી બોદ્ધકાલીન અવશેષો મળી આવેલા છે

 ‘’’’’’ચુડાસમાવંશજો’’’’’                      ઈ.સ. ની ૯મી સદીમાં અહી ચુડાસમા વંશજો ના શાસનની શરૂઆત થયેલી અહી શાસન ક્રમે ‘ચુડાચન્દ્ર’, ‘ગ્રીહારિપુ’, ‘રા’નવઘણ’, અને ‘રા’ખેંગાર’, દ્વારા શાસન કરવામાં આવેલું અને આ શાસકો ના શાસન દરમિયાન જ ગુજરાત પર દિલ્લીના ”ખીલજી” વંશ દ્વારા આક્રમણ કરવામાં આવેલું અને અંતિમ રાજા ‘’માંડલિક’’ ને હરાવવામાં આવેલો,જુનાગઢ નો ઉપરકોટ કિલ્લો ગ્રીહારિપુ, ના શાસન કાળમાં ચુડાસમા દ્વારા કબજે કરવામાં આવેલોએમ પણ કહેવાય છે કે બાદમાં ‘’’રા’નવઘણ’’ દ્વારા આ કિલ્લાનું પુનનિર્માણ કરવામાં આવેલું, અને હા..અડી-કડી વાવ અને ‘’નવઘણ’’ કુવા નું નિર્માણ પણ ‘’રા’નવઘણ’’ દ્વારા કરવામાં આવેલું

‘’’’’’’ગુજરાત સલ્તનત’’’’’’ઈ.સ.૧૪૭૨ આસ-પાસ સુલતાન ‘મહેમુદ’ ‘’’બેગડા’’’ નું શાસન આ કિલ્લા પર આવ્યું અને સુલતાન ‘મહેમુદ’ ‘’બેગડા’’ દ્વારા રાણકી મહેલ ને જ મસ્જીદ બનાવવામાં આવેલ અને આ શહેરનું નામ ‘’’મુસ્તુફાબાદ’’’ કરવામાં આવ્યું અને જુનાગઢ ને એક અધિકારી (કમાન્ડર) દ્વારા ક્રમસર શાસિત કરવામાં આવ્યું અને એ રીતે ઈ.સ.૧૭૩૦ સુધી આ શાસન ચાલ્યું ( ઉપરોકત સમયગાળામાં ઈ.સ. ૧૫૭૩ માં ”મહાન-અકબરે” ગુજરાત જીતી લીધું હતું અને ગુજરાત મોગલ શાસનના અંકુશ માં હતું )

ત્યારબાદ ‘જુનાગઢ’ પર નવાબી શાસનની શરૂઆત થયેલી                            ’’’’જુનાગઢ સ્ટેટ’’’’’

ઈ.સ.1730–1758 ‘મો.બહાદુરખાનજી'(મોહમ્મદ શેરખાં બાબી) ઈ.સ.1758 – 1774 ”મોહમ્મદ મહાબત ખાનજી” ‘’૧’’ ઈ.સ.1774–1811 ”મોહમ્મદ હામીદ ખાનજી” ઈ.સ.1811–1840”મોહમ્મદ બહાદુર ખાનજી’’૨’’ ઈ.સ.1840–1851 ”મોહમ્મદ હામીદ ખાનજી”  ઈ.સ.1851–1882 ”મોહમ્મદ મહાબત ખાનજી” ’’૨’’ ઈ.સ.1882–1892”મોહમ્મદ બહાદુર ખાનજી” ‘’૩’’ ઈ.સ.1892–1911”મોહમ્મદ રસુલ ખાનજી” ઈ.સ.1911–1947 ”મોહમ્મદ મહાબત ખાનજી” ’’૩’’

 ‘’’બ્રિટીશ કાળમાં જુનાગઢ’’’’   આ અંતિમ નવાબ ”મોહમ્મદ મહાબત ખાનજી”૩” એ દેશ આઝાદ થયો ત્યારબાદ ઈ.સ.૧૯૪૭ ના સપ્ટેમ્બરની ૧૫મી તારીખે ‘પાકિસ્તાન’ સાથે સંધી કરી હતી આ તેની એક એતિહાસિક ભૂલ હતી કારણકે ‘જૂનાગઢ’ની સમગ્ર પ્રજા ”ભારત” સાથે જોડાણ ઈચ્છતી હતી ત્યારબાદ ઈ.સ.૧૯૪૭ ના ઓકટોમ્બર ની ૨૪ મી તારીખે નવાબ ”મોહમ્મદ મહાબત ખાનજી”૩” પ્રાઇવેટ પ્લેન મારફત ‘પાકિસ્તાન’ ભાગી ગયા ત્યારબાદ જુનાગઢ ની આઝાદી માટે શામળદાસ ગાંધી ના નેતૃત્વ માં આરજી હુકુમત ની રચના કરવામાં આવેલી ઈ.સ.૧૯૪૭ ની ઓકટોમ્બરની ૨૫ મી તારીખે ભારતના લશ્કરે જુનાગઢ ની બહાર ઘેરાબંધી કરી એ સમયના ‘જુનાગઢ’ના ‘દિવાન’ ”શાહનવાઝ ભુટ્ટો”એ (બેનજીર ભુટ્ટો ના દાદા) ઈ.સ.૧૯૪૭ નવેમ્બર ની ૭ મી તારીખે એ સમયના ‘સોરાષ્ટ્ર’ના બ્રિટીશ ‘ગવર્નર’ ને પત્ર લખી ‘જુનાગઢ’ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું અને ઈ.સ.૧૯૪૮ ફેબ્રુઆરીમાં ‘જુનાગઢ’માં જનમત સંગ્રહ કરવામાં અઆવ્યો અને પરિણામ સ્વરૂપ ‘જુનાગઢ’ ‘ભારત’ સાથે જોડાઈ ગયું ખરા અર્થમાં ”જુનાગઢ” નો સ્વતંત્રતા દિન ૦૯/૧૧/૧૯૪૭ છે 

‘’’જુનાગઢ ભવ્ય વારસો’’’                             ”સમ્રાટ અશોક શિલાલેખ” ઉપરકોટ કિલ્લામાં ઈ.પૂર્વ ૨૩૮-૨૬૦ ના સમયનો આ શિલાલેખ છે આ સીલાલેખમાં સમ્રાટ અશોક ના કુલ ૧૪ નેતિક આદેશો છે અને સમ્રાટ અશોકે અહીની મુલાકાત લીધેલી આ સીલાલેખની બાજુમાં બીજો પણ એક શિલાલેખ છે જે સંસ્કૃત માં છે એમ કહેવાઈ છે કે આ શિલાલેખ રુદ્રદામન દ્વારા સ્થાપિત કરવામાં આવેલો અહી ઈ.સ.૭૦૦ ના સમયની બોદ્ધ ગુફાઓ પણ આવેલી છે, ‘અડી-કડી વાવ’’ ‘’નવઘણ કુઓ’’  ‘ઉપરોક્ત અડી-કડી વાવ’ અને ‘નવઘણ કુઓ’ ”રા’નવઘણ” દ્વારા બનાવવામાં આવેલા

‘’રાણકી મહેલ’’ (જામી મસ્જીદ)”
    ઉપરોક્ત રાણકી મહેલમાં ખુબજ સુંદર નકશીકામ જોવા મળે છે આ મહેલ આ. ૨૫૮ પીલ્લરો પર બનેલો બેનમુન મહેલ છે, ઈ.સ.૧૪૭૨ માં ગુજરાતના સુલતાન ”મેહમુદ” (બેગડા) દ્વરા આ ઉપર કોટ કિલ્લો કબજે કરવામાં આવેલો પોતાની જીત ની યાદગીરી માટે સુલતાને આ ‘રાણકીમહેલ’ ને ‘મસ્જીદ’ માં રૂપાંતરિત કરેલ,

 ‘’નીલમ-માણેક તોપ’’     ઈ.સ.૧૫૩૮ માં જયારે પોર્ટુગીજો અને તુર્કીની સેના વચ્ચે દીવ માં યુંધ્ધ થયેલું અને આ યુધ્ધમાં તુર્કીની સેના હારી જતા બધું છોડીને નાસી ગયેલી ત્યારબાદ આ ‘’નીલમ’’ અને ‘’માણેક’’ તોપો દીવ ખાતેથી ”નવાબ સાહેબે” મગાવી અને ઉપરકોટ ના કિલ્લામાં સ્થાપિત કરાવેલી આ તોપો ‘’મિસ્ર’’ માં બનેલી છે અને ‘૧૫’ ફૂટ લાંબી છે

”બહાઉદ્દીન કોલેજ”
બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢ માં આવેલી સો વર્ષથી વધુ જૂની કોલેજ છે, આ કોલેજમાંથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવીને સારા વિદ્યાર્થીઓ એ દેશનું નામ રોશન કરેલ છે, અહી વિજ્ઞાન કોલેજ અને કૃષિ યુનીવર્સીટી પણ આવેલી છે ”જુનાગઢ” ના એ સમયના વજિર ”બહાઉદ્દીન”ભાઇએ આ કોલેજની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે બોમ્બે અને કરાચીમાં પણ આવી કોઈ શૈક્ષણિક સંસ્થા નહોતી. સોરઠ રાજ્યના વજિર શ્રી ”બહાઉદ્દીન” ભાઇ એક મહાન સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે આ મકાનના નિર્માણમાં મહત્વનો ફાળો આપ્યો હતો. કોલેજની સત્તાવાર રીતે 1901 માં શરૂઆત થઈ હતી.

 ‘’’મહાબત મકબરા પેલેસ’’’’ અને ‘’’બહાઉદ્દીન મકબરા’’’
    ઈ.સ.૧૮૫૧ માં નવાબ મહાબત ખાનજી’’૨’’ દ્વારા ઉપરોક્ત મકબરા નું કાર્ય શરુ થયું હતું આ મકબરા ‘’ચીતાંખાના’’ ચોક પાસે આવેલા છે, આ મકબરા નું નકશી-કામ કોતરણી કામ બેનમુન છે આ મકબરામાં ઇન્ડો-ઇસ્લામિક અને યુરોપીયન આર્કીટ્રેકચર નું અદભુત સંગમ જોવા મળે છે, આ મકબરાની એક નોધવા લાયક ખૂબી એ પણ છે કે તેના ચાર મિનારાસાથે બહાર સીડીઓ છે, જયારે ”ભારત”માં આવેલા બીજા મિનારાઓમાં મિનારાની અંદર સીડીઓ છે.આ વાસ્તુ-શિલ્પ નો ચમત્કાર તેની સુંદરતામાં ચાર-ચાંદ સમાન છે, આ સિવાઈ દરબાર હોલ, પણ જોવા લાયક છે

 ‘’’નરસિંહ મહેતા નો ચોરો’’’
  આજે પુરા વિશ્વ માં

 ‘’’’વૈષ્ણવ જન તો તેને કહિયે                                                          જે પીડ પરાઈ જાણે રે….. 
                                 પર દુ:ખે ઉપકાર કરે તો યે
                                         મન અભિમાન ન આણે રે….

     આ ભજન પ્રસિદ્ધ છે,આ ભજનના રચિયતા ‘’’નરસિંહ મહેતા”’ હતા અને આ ભજન આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ને પણ અતિ-પ્રિય હતું

’’’વિલિંગટન ડેમ’’’’       ઈ.સ.૧૯૨૯ ના મેં મહિનાની ૨૧મી તારીખે ‘જુનાગઢ’ ના નવાબ ”મહાબત ખાનજી’’૩’’ દ્વારા આ ડેમ નું કામ શરુ કરવામાં આવેલું આ ડેમ બનતા ૭ વર્ષનો સમય લાગ્યો હતો અને આ ડેમ નું કુલ ખર્ચ એ સમયમાં આ. ૮ લાખ રૂપિયા થયું હતું. એ સમયના ”ભારત”ના ‘’ગવર્નર’’ ‘’લોર્ડ વિલિંગટન’ દ્વારા આ ડેમ ઈ.સ.૧૯૩૬ ની જાન્યુઆરીની ૧૦મી, તારીખે લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, આ ડેમ રમણીય સ્થળો થી ભરપુર છે જ્યાં પર્વતો થી ઘેરાયેલી લીલી વનરાજી મન-મોહક છે, આ સ્થળ ઉજાણી/પીકનીક માટેનું ઉત્તમ સ્થળ છે,

 ‘’’’લીલી પરિક્રમા”””    વિક્રમ સવંત ના કારતક સુદ અગિયારસ થી આ લીલી પરિક્રમા શરુ થઈને પુનમ સુધી ચાલે છે, અહીં વિવિધ જાતિના અને વિવિધ રીત-રીવાજો થી આસ્થા પૂર્વક લાખો શ્ર્ધાળુઓ અહીં આવીને આ ‘’લીલી-પરિક્રમા’’’ શ્રધ્ધા-પૂર્વક પૂરી કરે છે,આ પરિક્રમા નો રૂટ ૩૬ કી.મી. છે આ પરિક્રમા દરમિયાન નયન-રમ્ય વાતાવરણ, લીલી વનરાજી, અને અપાર શ્રધ્ધા નું અનેરું સંગમ જોવા મળે છે. મહા-શિવરાત્રીના મેળામાં ભારતભરના નાગા સાધુઓ મૃગી-કુંડમાં સ્નાન કરવા આવે છે,પરિક્રમા ”ભવનાથ” તળેટી સ્થિત ”દુધેશ્વર” મંદિર થી શરુ થઇને ક્રમસર ‘જીણાબાવાની મઢી’, ‘માળવેલા’, ‘સુરજકુંડ’,’સરખડિયા હનુમાનજી’, ‘બોરદેવી’ થઇને છેલ્લે પરત ”ભવનાથ” તળેટી એ પૂર્ણ થાય છે

’’’હ.જમીય્લશાહ દાતાર’’’’ 
પૃથ્વીની સપાટીએથી લગભગ ૨૭૫૦ ફૂટની ઊંચાઈ પર ‘હ.જમીય્લશાહ દાતાર’ ની જગ્યા આવેલી છે અહીં ’હ.જમીય્લશાહ દાતાર’ નું એક ‘’આસન’’ છે, એમ કહેવાઈ છે કે ઈ.સ.૧૪૭૦ માં ‘ઈરાન’ થી ’હ.જમીય્લશાહ દાતાર’ અહીં આવેલા અને પછી અહીંજ મુકામ કરેલો, આ ’હ.જમીય્લશાહ દાતાર’ ની જગ્યાએ હિંદુ-મુસ્લિમ સહિત દરેક કોમના શ્રદ્ધાળુઓદર્શન કરવા આવે છે

 ‘’’એશિયા ટીક સિંહો’’’અહીના ગીર ના જંગલોમાં આ સિંહોનો કાયમી મુકામ છે, એશિયા ટીક સિંહો વિલુપ્તતા ને આરે પહોચી ગયેલા પણ નવાબો,સરકારો, અને ત્યાં વસતા લોકોની સારી જરૂરી કોશીસો ના પરિણામ સ્વરૂપ આજે આ એશિયા ટીક સિંહો ની સંખ્યામાં ઉતરો-તર વધારો થયો છે, આ સિંહોને ગોરવ પૂર્વક ‘’’સાવજ’’’ પણ કહેવામાં આવે છે, અહીના જંગલોમાં સિંહો સિવાઈ પણ બીજા ઘણા-બધા જાનવરો નો કાયમી વસવાટ છે, ”જુનાગઢ” માં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આવેલું છે અહી અનેક પ્રકારના પ્રાણીઓ,પંખીઓ, અને સરીસૃપો જોવા મળે છે, આ સક્કરબાગ ઝૂ એ એશિયાટીક સિંહોનું બ્રીડીંગ સેન્ટર પણ છે,

અહી ”જુનાગઢ”મા આવેલા ગીરનાર પર્વત પર એશિયાનો સૌથી ઉંચો રોપ-વે પણ નિર્માણાધિન છે, ખરેખર એક વાર ”જૂનાગઢ”ની મુલાકાત અવિસ્મરણીય યાદગીરી બની જાય છે, આપણા માનસ પર ”જુનાગઢ” એક અનેરી છાપ છોડે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *