”IMAM HUSEIN”

હઝરત ઈમામ હુસેન ( અલ હુસેન બિન અલી બિન અબી તાલિબ એટલે કે અબી તાલિબ ના પોત્રા અને અલી ના દીકરા) હઝરત અલી અને મુહમ્મદ પેગમ્બર(સ.અ.વ.) સાહેબના દીકરી હઝરત ‘’ફાતિમા’ ના ઘેર ‘’મદીના’ માં ઈ.સ.626 ની જાન્યુઆરી ની 8મી તારીખે (આ.) હઝરત ઈમામ હુસેન નો જન્મ થયો હતો

                મુહમ્મદ પેગમ્બર સાહેબ (સ.અ.વ.) ને પોતાના ‘’નવાસા’ ઓ થી બહુજ પ્રેમ હતો આ બાબત વિસ્તાર પૂર્વક કહીએ તો “”હુસેન મુજસે હે ઓર મેં હુસેન સે હું’’ એ સમયના ‘ખલીફા’ ‘’હ.મુઆવિયા’’ નું અવસાન થતા તેમના દીકરા ‘’યઝીદ’  બળજબરી પૂર્વક રાજગાદી પર આવતા ‘’યઝીદ’ કોઇપણ યોગ્યતા ધરાવતો ન્હોઈ અને લાયક ન હોઈ  ‘હઝરત ઈમામ હુસેને તેણે સતા સ્થાને અસ્વીકાર કરેલ.

                      ઉપરોક્ત સંજોગો બાદ ‘યઝીદ’ દ્વારા તમામ એવા પ્રયાસો કરવામાં આવેલા કે ‘’ઈમામ હુસેન’’ તેનો અને તેની સતાનો સ્વીકાર કરે, પણ ઈમામ હુસેન કે જેઓ મુહમ્મદ પેગમ્બર(સ.અ.વ.) નવાસા અને હઝરત અલી ના દીકરા તેમના માં સત્ય,ઈમાનદારી, ના સંસ્કાર ખુબજ સારી રીતે મળેલા. તેઓએ સત્ય નો રસ્તો પસંદ કર્યો, અને ઇતિહાસમાં ક્યારેય ફરીથી ન બને એવું ઉદાહરણ આપ્યું.1-બેશક! મેરે નઝદીક મોત, કામયાબી કે સિવા કુછ નહી હૈ ઓર જાલિમ કે સાથ જિંદગી ગુજારના ‘જીલ્લ્ત’ કે સિવા કુછ નહીં હે    

હઝરત ઈમામ હુસેન વિષે વિશ્વના નામી મહાનુભાવો એ પોતાના અભિપ્રાયો આપ્યા છે, આ અભિપ્રાયો નોંધનીય છે.

::નેલ્શન મંડેલા::

જેલમાં મેં ૨૦ વર્ષ સજા ભોગવ્યા બાદ એક રાત્રીએ મેં સરકારની ‘શરતો’ માની લેવાનો નિર્ણય કર્યો ત્યારે મને ઈમામ હુસેન અને કરબલા નો કિસ્સો યાદ આવ્યો ખરેખરમાં મને ઈમામ હુસેને સત્ય, અને આઝાદી માટે અડગ રહેવાની હિમ્મત આપી

EDWARD GIBBON : ‘’In the History of Islam, The Life Of Husein Stands Unique, Unapprouched and Unapprouchable By Anyone, Without The Martyrdom,islam would have been extinguished long ago. He was the savior of islam and it was due to his martyrdom that islam look such a deep root, which it was

‘ઇસ્લામના ઇતિહાસમાં, ઈમામ હુસેનનું જીવન અદ્વિતીય રીતે સત્યની તરફેણમાં રહ્યું હતું. જો ઈમામ હુસેને શહાદત ન આપી હોત તો ઇસ્લામનો પ્રકાશ બહુ પહેલાજ ઓલવાઈ જાત, ઈમામ હુસેન ઇસ્લામના ઉધ્ધારક છે, અને એમની શહાદતના કારણે જ આજે ઇસ્લામની જડ  એકદમ ઊંડી અને મજબુત છે :: એડવર્ડ ગીબ્બોન::

મહાત્મા ગાંધીજી

“My faith is that the progress of Islam does not depend on the use of sword by its believers, but the result of the supreme sacrifice of Hussain, the great saint.”

મને પૂરો વિશ્વાસ છે કે ઇસ્લામની પ્રગતી ઇસ્લામના અનુયાયીઓ દ્વારા તલવારના ઉપયોગ થી નહી પરંતુ મહાન સંત ઈમામ હુસેનના સર્વોચ્ચ બલીદાન ના પરિણામ સ્વરૂપ છે

Charles Dickens: “If Hussain fought to quench his worldly desires, then I do not understand why his sisters, wives and children accompanied him. It stands to reason therefore that he sacrificed purely for Islam.”

ચાર્લ્સ ડીકેન્સ શું? ઈમામ હુસેન સંસારિક ઈચ્છાપૂર્તિ માટે લડતા હતા, તો મને એ નથી સમજાતું કે તેમની બ્હેન,પત્ની,અને બાળકો તેમની સાથે કેમ હતા?  આ એટલા માટે  કે તેમને ઇસ્લામ ખાતર બધુજ કુરબાન કરવું હતું.

Rabindranath Tagore: In order to keep alive justice and truth, instead of an army or weapons, success can be achieved by sacrificing lives, exactly what Imam Hussain did.”

  સેનીકો અને હથીયાર વિના જીવંત ન્યાય અને સત્ય સાથે રહેવા માટે ‘’ઈમામ હુસેને જે કર્યું હતું એ જિંદગી નું બલીદાન આપીને સફળતા મેળવવા માટેનું ઉતમ ઉદાહરણ છે

Pandit Jawaharlal Nehru : “Imam Hussain’s sacrifice is for all groups and communities, an example of the path of righteousness.”

 ઈમામ હુસેને આપેલ બલીદાન બધા સમૂહો અને સમ્પ્રદાયો માટે છે,ઉપરાંત ધર્મના માર્ગનું પણ ઉદાહરણ છે

Thomas Carlyle: The best lesson which we get from the tragedy of Karbala is that Hussain and his companions were the rigid believers of God. They illustrated that numerical superiority does not count when it comes to truth and falsehood. The victory of Hussain despite his minority marvels me!”

થોમસ કાર્લાઈલ : કરબલા ની કરુણાંતિકા માંથી આપણ ને સોથી શ્રેષ્ટ સાર એ મળે છે કે ઈમામ હુસેનને અને તેમના સાથીદારોને ઈશ્વર પર પ્રખર વિશ્વાસ હતો,તેઓએ  ઉદાહરણ આપ્યું કે ‘’જયારે સત્ય અને અસત્ય ની વાત આવે ત્યારે સંખ્યા અને શ્રેષ્ઠતા ની ગણતરી નથી કરવામાં આવતી!અલ્પસંખ્યક હોવા છતાં ઈમામ હુસેનના વિજયે મને ચોંકાવી દીધો છે, જેમ કે વિશ્વ પ્રસિદ્ધ છે કે યઝીદે ઈમામ હુસેન નું નામ દુનિયામાંથી નાબુદ કરવા કોશીસ કરેલી પરંતુ એનાથી ઉલટું આજે પુરા વિશ્વમાં ઈમામ હુસેન ને સત્ય અને ઇસ્લામ ના ઉધ્ધારક તરીકે યાદ કરવામાં આવે છે અને હમેશા યાદ કરવામાં આવશે

Dr. Rajendra Prasad   “The sacrifice of Imam Hussain is not limited to one country, or nation, but it is the hereditary state of the brotherhood of all mankind.”

ડૉ,રાજેન્દ્ર પ્રસાદ “ઇમામ હુસેનનું બલિદાન ફક્ત એક દેશ અથવા રાષ્ટ્ર સુધી મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર માનવજાત માટે ભાઈચારાનું  અવિસ્મરણીય ઉદાહરણ છે.”

Dr. Radha Krishnan  “Though Imam Hussain gave his life almost 1300 years ago, but his indestructible soul rules the hearts of people even today.”

 “જોકે ઇમામ હુસેને લગભગ 1300 વર્ષ પહેલા પોતાનું જીવન આપ્યું હતું, પરંતુ તેમનો અવિનાશી આત્મા આજે પણ લોકોના હૃદય પર રાજ કરે છે.”

”ખ્વાઝા ગરીબ નવાઝ”

“શાહ અસ્ત હુસેન, બાદશાહ અસ્ત હુસેન,

દિન અસ્ત હુસેન દિન પનાહ અસ્ત હુસેન,

સરદાદ ના દાદ દસ્ત, દર દસ્તે-એ-યઝીદ,

હક્કા કે બિનાય ‘લા ઇલાહા અસ્ત હુસેન 

‘’શાસક હુસેન છે, સમ્રાટ પણ હુસેન છે

આસ્થા હુસેન છે, આસ્થાનો સંરક્ષક પણ હુસેન છે,

યઝીદને હાથ નહીં પણ પોતાનું મસ્તક રજુ કર્યું

સાચે જ, ઇસ્લામનો અરીસો પણ હુસેન છે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *