”હુમાયું નો મકબરો” દિલ્હી

ભારતની વિશ્વ પ્રસિદ્ધ એતિહાસિક ધરોહર પેકી એક એટલે…..                                       “”હુમાયું નો મકબરો””

ઘણા કારણોસર આ મકબરા નું ખાસ મહત્વ છે,આ ભારતમાં મોગલ બાદશાહ નો પ્રથમ મકબરો હતો પરંતુ તે પછીના વર્ષોમાં આ મકબરો શાહી પરિવારના ૧૫૦ થી વધુ સદસ્યો ની કબ્રગાહ બની ગયો,આ ભવ્ય મકબરામાં માત્ર હુમાયુની જ કબર છે એવું નથી પણ હુમાયું ની ૨ પત્નીઓ,અને અન્ય મુગલ બાદશાહો સહિત મોગલ શાહી પરિવારના અન્ય સદસ્યોની પણ અહી કબર છે, આ સ્મારક ફક્ત ૧૬મી સદીની મોગલ વાસ્તુ-કળા નું બેનમુન ઉદાહરણ જ નહી પણ આપને એ જાણીને આશ્ચર્ય થશે કે આ મકબરાને લગતા ઘણા કિસ્સા અને કહાનીઓ પણ છે  ભારતમાં મોગલ શાસનની સ્થાપના તુર્ક-મંગોલ ”બાબરે” ઈ.સ.૧૫૨૬ માં કરી હતી, ”બાબર” મધ્ય એશિયા થી અહી આવ્યો હતો, ”બાબરે” પ્રથમ ઉજ્બેકિસ્તાન માં સમરકંદ પર વિજય મેળવવા પ્રયત્ન કરલ પણ તેમાં બાબર અસફળ રહ્યો ત્યાર બાદ બાબરે ભારત તરફ નજર દોડાવી ”બાબરે” ઈ.સ.૧૫૨૬ માં ”પાણીપત” ના યુંધ્ધ માં ”સિકદર” લોધીના પુત્ર એવા લોધી વંશના અંતિમ શાસક ”ઈબ્રાહીમ લોધી” ને હરાવીને ભારતમાં દિલ્હીમાં પોતાનું શાસન સ્થાપિત કર્યું અને એ રીતે ભારતમાં મોગલ શાસનની શરૂઆત થયેલ, ભારતમાં ચાર વર્ષ શાસન ચલાવ્યા બાદ ઈ.સ.૧૫૩૦ માં ”બાબરનું” બીમારીના કારણોસર આગ્રામાં મૃત્યુ થયું, પ્રથમ ”બાબર”ને આગ્રા સ્થિત એક બાગમાં દફન કરવામાં આવેલ તેના ૯ વર્ષ બાદ ”બાબર”ના શબને ”કાબુલ” (અફઘાનિસ્તાન) માં “બાગ-એ-બાબર” માં ફરીથી દફન કરવામાં આવેલ,

”બાબર” ના મૃત્યુ બાદ ઈ.સ.૧૫૩૦ માં ”બાબર”નો પુત્ર ”હુમાયું” રાજ-ગાદી પર બેઠો, ”હુમાયું” એ સમયે માત્ર ૨૪ વર્ષનો હતો અને શરૂઆતના વર્ષોમાં નવા સ્થાપેલા મોગલ સમ્રાજય ને ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો ”હુમાયુ”એ દિલ્હીમાં આશરે ઈ.સ.૧૫૩૩ માં ”દિન-પનાહ” નામના શહેરનો પાયો નાખ્યો આ શહેર એક કિલ્લાની અંદર વસાવવામાં આવ્યું હતું આ કિલ્લાને આજે આપણે “પુરાના કિલ્લા” નામથી જાણીએ છીએ શાસન ચલાવવાના થોડા વર્ષો બાદ ઈ.સ.૧૫૩૯ માં ” શેરસાહસૂરી” એ ”હુમાયુ” ને પ્રથમ “”ચોસા”” ના યુધ્ધમાં અને ત્યાર બાદ ઈ.સ.૧૫૪૦ માં “કન્નોજ” ના યુધ્ધમાં હરાવેલ, આ પછી ”હુમાયુ” એ ભારત છોડી ‘’ફારસ” (ઈરાન) માં શરણ લીધું અને હતું ઈ.સ. ૧૫૪૦ થી ઈ.સ.૧૫૪૫ સુધી ”શેરસાહ સૂરી” એ દિલ્હી પર શાસન કર્યું જો કે ”શેરસાહ સૂરી” નું ઈ.સ.૧૫૪૫ માં મૃત્યુ થયું હતું, ”હુમાયું” ભારત છોડ્યા બાદ ૧૫ વર્ષ સુધી ‘’ફારસ” (ઈરાન) ખાતે રહેલ ઈ.સ.૧૫૫૫ માં ”હુમાયું” એ ઈરાનના “સફવી” વંશની સેનાની મદદ થી ભારત પરત ફરીને દિલ્હીના સુલતાન ”સિકન્દર શાહ સૂરી” ને હરાવીને ફરીથી મોગલ શાસનની સ્થાપના કરી હતી, પણ તેની તકદીરમાં કૈક અલગ લખેલું હતું ઈ.સ. ૧૫૫૬ માં ”હુમાયું” ”દિન-પનાહ” ખાતેની પોતાની લાઈબ્રેરી થી પુસ્તકો હાથમાં લઈને સીડીથી ઉતરતી વખતે અકસ્માતે પડી જતા તેનું મૃત્યુ થયું હતું, આશ્ચર્યજનક વાત એ છે કે આજે આપણે જે મકબરો જોઈએ છીએ ત્યાં ખરેખર ”હુમાયુ” ને પ્રથમ દફનાવવામાં આવેલ નહોતો ઈ.સ. ૧૫૫૬ ની જાન્યુઆરીમાં ”હુમાયુ” ના મૃત્યુ બાદ ”હુમાયુ” ને પહેલા “પુરાના કિલ્લા” ખાતે દફનાવવામાં આવેલ,પરંતુ ઈ.સ. ૧૫૫૬ માં ”આદીલ શાહ” સુરીના મુખ્ય સેનાપતિના હુમલા ના કારણે ”હુમાયુ” ના શબને પંજાબ ના ”સરહિન્દ” ખાતેના એક કાયમી મકબરામાં દફન કરવામાં આવેલ કહેવામાં આવે છે કે ”હુમાયુ” ને તેના પુત્ર અને ઉતરાધિકારી એવા ”મહાન-અકબરે” પહેલા ”દિન-પનાહ” માં અને ત્યારબાદ ઈ.સ.૧૫૭૧ માં આજના ”હુમાયુ” ના મકબરો બનતા ત્યાં દફન કરાવેલ

૧૯મી સદીના વિદ્વાનો ના મતે ”હુમાયુ” ના મકબરા નું નિર્માણ કાર્ય ઈ.સ.૧૫૬૫ માં ”મહાન-અકબર”ના શાસન કાળમાં શરુ થયું હતું, ”હુમાયુ” નો મકબરો બનાવવાનો આદેશ ”હુમાયુ”ની પત્ની ”હમીદાબાનો” બેગમ દ્વારા આપવામાં આવેલો આ ભવ્ય મકબરાની સંરચના યોજના ”મહાન-અકબર” દ્વારા કરવામાં આવેલી આ ભવ્ય મકબરાની અદભુત ડિજાઈન માટે ”મહાન-અકબરે” જુદા-જુદા દેશોના નિપુણ કારીગરોને કાર્ય સોપેલું,એ સમયે ”હુમાયુ” નો મકબરો માત્ર ”હુમાયુ” ની યાદ માટે નહી પણ મોગલ સમ્રાજય ની વધતી રાજનેતિક અને સાંસ્કૃતિક તાકાત નો પ્રતિક પણ હતોઆ મકબરો ભારતમાં પોતાની ભવ્યતા સાથે એક બેનમુન મકબરો તો છે જ સાથે-સાથે આ મકબરાની પોતાની ઘણી વિશેષતાઓ પણ છે આ કારણોસર આ મકબરાને ખુબ જ મહત્વ આપવામાં આવેલું,આ મકબરાની જમીન પસંદ કરવા માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવેલું છે, આ જગ્યા પહેલા સુફી સંત ”હઝરત નીઝામુદિન ઓલિયા” ની દરગાહ થી માત્ર ૬૫૦ મીટર દુર હતી અને આ જગ્યાએ થી”દિન-પનાહ” શહેર પણ ફક્ત એક કિલોમીટર ના અંતરે આવેલું છે આ સિવાઈ પણ આ જગ્યા યમુના નદીના કિનારે પણ છે, હાલમાં આ ”હુમાયુ” નો મકબરો સુફી સંત ”હઝરત નીઝામુદિન ઓલિયા” ની દરગાહ પાસે અન્ય મોગલ સ્મારકો થી ધેરાયેલ છે

”હુમાયું”નો મકબરો ભારતમાં મોગલો નો પ્રથમ ભવ્ય મકબરો હતો, ત્યારબાદ બનેલા કેટલાક મોગલ સ્મારકો પર પણ તેનો પ્રભાવ જોવા મળે છે,આ સ્મારકોમાં ”શાહજહાં” દ્વારા નિર્માણ પામેલ ”તાજમહેલ” પણ સામેલ છે, ”હુમાયુ”નો મકબરો મોગલ શિલ્પ-કળા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, આ શિલ્પ-કળા ઈરાની વાસ્તુ-કળા થી પ્રેરિત હતી, આવડા-મોટા ભવ્ય સ્મારક ને બનાવવા માટે “મીરાક મિર્જા ગ્યાસ” નામના વાસ્તુકાર ને નિયુક્ત કરવામાં આવેલ આ વાસ્તુકારને અફઘાનિસ્તાનમાં હરાત અને બુખારા માં ઈરાની સ્મારક બનાવવાનો ખાસ અનુભવ હતો,આ ઉપરાંત ભારતમાં પણ કેટલાક ભવનો ની ડિજાઈન આ વાસ્તુકારે બનાવેલ હતી, પણ દુર્ભાગ્યવશ આ મકબરો બને એ પહેલા જ આ વાસ્તુકાર “મીરાક મિર્જા ગ્યાસ” નું અવસાન થયું ત્યારબાદ તેના પુત્ર “”સય્યદ મોહમ્મદ”” એ આ ભવ્ય નિર્માણ ની કામગીરી સંભાળેલી, ”હુમાયુ” નો મકબરો તેની વાસ્તુ-કળા માટે બેનમુન છે અને તેની ઘણી વીશેસતાઓ છે આખા ભારતમાં તે સમયે આ સૌથી મકબરો હશે, આ મકબરો એક ચબુતરા પર ઉભો છે ચબુતરા ના ચારે તરફ ૫૬ નાના મહેરાબ આવેલા છે ”હુમાયું” નો મકબરો ચાર-બાગ ડિજાઈન નું બેનમુન ઉદાહરણ છે ચાર-બાગ એ એક એવો બાગ છે જેમાં ચાર દિશામાં ચાર પાણીની નહેરો હોય છે. આ બગીચો પુરા સ્મારકની રોનક માં ચાર-ચાંદ સમાન છે. મકબરામાં મુખ્યત્વે લાલ અને સફેદ રંગોનો ઉપયોગ કરવામાં આવેલ છે, આ લાલ-બલુઆ પથ્થરો આગ્રા પાસેના ”તંતપુર” અને સફેદ સંગ-એ-મર્મર પથ્થરો રાજસ્થાનના ”મકરાના” થી મગાવવામાં આવેલા

એવું પણ કહેવામાં આવે છે કે આ ભવ્ય મકબરો બનાવવાનો ઉદેશ્ય એક રીતે મોગલોની આરામગાહ બનાવવાનો હતો, અહિયાં મોગલ શાહી પરિવારના ૧૫૦ થી વધુ લોકો દફન છે બીજા કોઈ મકબરામાં મોગલ વંશના લોકોની આટલી કબરો નથી, મોગલ શાહી પરિવારના લોકો સિવાઈ અહી ”હુમાયુ”ની કબરની આસ-પાસ વધુ ‘બાદશાહો’, ”શાહજાદાઓ”, ”શહજાદીઓ”, અને તેમના સહાયકો ની પણ કબરો છે એમ પણ કહેવાઈ છે કે આ મકબરાની અન્ય જગ્યાએ ”હુમાયુ”ની પત્નીઓ “”હાજી બેગમ”” અને બીજી પત્ની ”મહાન-અકબર” ની માતા “” હમીદા બાનો બેગમ” પણ દફન છે,આ સિવાઈ આ ભવ્ય મકબરામાં ”બાદશાહ” ”જહાંદરશાહ”, ”ફરુખસિયર”,અને ”આલમગીર” (દ્વિતીય) સહિત અન્ય મોગલ બાદશાહો ને પણ અહીજ દફનાવવામાં આવેલા છે, આ ભવ્ય મકબરામાં મોગલ શાસનના સમયમાં પવિત્ર ”કુરાન” શરીફની પ્રતિલીપી, ”હુમાયુ”ની ‘તલવાર’, ‘પાઘડી’, અને બીજી અનેક ”હુમાયુ” ની યાદગીરી રૂપી વસ્તુઓ રાખવામાં આવતી હતી આ વાતનો ખ્યાલ એક અંગ્રેજ વ્યાપારી “વિલિયમ ફિન્ચ” ના દસ્તાવેજ પરથી આવે છે કે જે ઈ.સ.૧૬૧૧ માં આ ભવ્ય મકબરામાં આવેલો હતો, ”હુમાયુ”ની તમામ કીમતી વસ્તુઓ લૂટીને અંગ્રેજો પોતાની સાથે લેતા ગયેલા

ઈ.સ.૧૮૫૭ ના વિપ્લવ વખતે પણ આ ભવ્ય મકબરો અંગ્રેજોના ધ્યાનમાં આવેલો, કારણકે અંતિમ મોગલ બાદશાહ “બહાદુરશાહ જફર”” અને તેમની પત્નીઓ,તથા ત્રણ મોગલ સહજાદાઓ એ આ ભવ્ય મકબરામાં જ પનાહ લીધી હતી ત્યારબાદ અંગ્રેજ અફસર કેપ્ટન “વિલિયમ હડસન” ઈ.સ.૧૮૫૭ ના સપ્ટેમ્બરમાં “બહાદુરશાહ જફર” ને આ ભવ્ય મકબરામાં થી પકડીને લઈ ગયેલા અને ઈ.સ.૧૮૫૮ માં તેમને રંગુન માં કેડી તરીકે મોકલી દેવામાં આવેલા જ્યાં ”બહાદુરશાહ જફર” નું મૃત્યુ થયું અને કમનસીબે આ અંતિમ મોગલ બાદશાહ “હુમાયું” ના મકબરામાં દફન ના થય શક્યો

આ ભવ્ય મકબરા ને સમય અનુસાર ક્રમસર નુકશાન થયેલુ, આ મકબરાની મરમ્મત કરવાના આદેશ એ સમયના ભારતના વાઈસરોય ”લોર્ડ કર્જન” દ્વારા ઈ.સ.૧૯૦૩-૧૯૦૯ માં આપવામાં આવેલા. પણ મરમ્મત નું કાર્ય ઈ.સ.૧૯૯૯ પછી શરુ થયું, ”હુમાયું” નો મકબરો ”યુનેસ્કો” ની વિશ્વ ધરોહરની લીસ્ટમાં સામેલ છે, આ પરિસરમાં બીજા પણ મહત્વપૂર્ણ સ્મારકો છે, આ પરિસરની અંદર એક ”વાવ” છે,એમ કહેવાઈ છે કે આ ”સરાઈ” માં “”હાજી બેગમ” દ્વારા નિયુક્ત સહાયક અને શિલ્પકારો પણ રહેતા હતા, આ મકબરો બન્યા પહેલાના નું પણ ત્યાં એક સ્મારક છે,એક મકબરો અને મસ્જીદ ઈસાખાન છે,આ સ્મારક ઈ.સ.૧૫૪૭ માં બનેલું છે, આ ”ઈસાખાન” કે જે ”શેરસાહ સૂરી” ના દરબારમાં અફઘાન વિદ્વાન હતો, “”હુમાયું નો મકબરો”” જેને મોગલોની ખ્વાબગાહ કહેવામાં આવતું હતું, આજે પણ પૂર્ણ ભવ્યતા સાથે આ ધરોહર ઉભું છે.આ ભવ્ય મકબરો એક વખત અવસ્ય જુઓ, આપ જાણશો કે આ એક એવી ઈમારત છે જે ભારતમાં મોગલોના ઇતિહાસમાં એક ખાસ મહત્વ દર્શાવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *