‘’Mughal Empire’’

‘’મોગલ સમ્રાજ્ય’’ એટલે એવું સમ્રાજ્ય કે જેણે ભારતીય ઉપખંડમાં ઈ.સ.1526 થી શરૂ કરીને ઈ.સ.1800 ના પ્રારંભ સુધી શાસન કર્યું અને છેલ્લે ઈ.સ. 1857 માં આ ‘મોગલ સમ્રાજ્ય’’ નો અંત થયો, મોગલો ‘’તેમુર’’ ના વંસજો હતા મોગલ સમ્રાજ્ય નો વિસ્તાર ‘બંગાળ થી બલુચિસ્તાન’’ અને કાશ્મીર થી કાવેરી’’ સુધી ફેલાયેલો હતો

બાગ-એ-બાબર (કાબુલ-અફગાનિસ્તાન)

મોગલ સમ્રાજ્ય નો સુવર્ણ યુગ ઈ.સ.1556 માં જયારે ‘’જલાલુદ્દીન મુહમ્મદ અકબર’’ એટલે કે ‘મહાન અકબર’’ ના શાસનકાળ દરમિયાન શરુ થયો હતો અને ક્રમશ તેમાં ઉતરોતર વધારો થયો હતો, ‘’બાબર’’ ને હિન્દુસ્તાન ના પ્રદેશો પર જીત મેળવીને સતા હાસલ કરવાની ઈચ્છા હતી તેણે ઈ.સ.1519 થી નાના હુમલાઓ કરીને શરૂઆત કરેલી અને ઈ.સ.1526 માં પાણીપત ના પ્રથમ યુદ્ધ માં તેણે એ સમયના દિલ્હીના સુલતાન ‘ઈબ્રાહીમ લોધી’ ને હરાવીને મોગલ શાસન ની શરૂઆત કરેલી, અને પોતાના આ નવા શાસનકાળ ને જાળવવી રાખવા માટે તેણે ‘ચિતોડ’ ના જોરાવર રાજા ‘’રાણા-સાંગા’’ સાથે ‘’ખાનવા’’ માં યુદ્ધ કર્યું અને આ યુદ્ધ માં ‘’બાબર’’ નો વિજય થયો હતો અને તેની તાકાત અને સમ્રાજ્ય વધુ મજબુત બન્યા હતા

મુખ્ય પ્રવેશ દરવાજો ”તાજમહેલ આગ્રા

ઈ.સ.1530 માં બાબરનું અવસાન થતા તેનો પુત્ર ‘’હુમાયું’’ બાદશાહ બનેલો ‘’હુમાયું’’ને પશ્તુન રાજા ‘’શેરસાહ સૂરી’’એ  ઉથલાવી ભગાડ્યો હતો, કાળક્રમે ’શેરસાહ સૂરી’ નું અવસાન થતા પશ્તુન સતા ડગમગી ઉઠેલી અને બીજી તરફ ‘’હુમાયું’’ પોતાનું ગુમાવેલું સમ્રાજ્ય પરત મેળવવા ‘’હિન્દુસ્તાન’’ પરત ફર્યો હતો અને ‘’દિલ્હી’’ પર વિજય મેળવીને ફરીથી ‘’મોગલ શાસન’’  શરુ કરેલ,

તાજમહેલ આગ્રા

‘’હુમાયું’’ ના અવસાન બાદ   તેના સ્થાને ‘’મહાન અકબર’’ એ શાસન અને સલ્તનત સંભાળી, અને અનેક  કાયદાકીય, સામાજિક, ધાર્મિક, અને વિવિધ સુધારાઓ કરીને પોતાનું નામ ઉજવળ કરેલું, ભારતના ઇતિહાસમાં તે  ‘’મહાન અકબર’’ તરીકે ચમક્યો હતો,

‘મહાન અકબર મકબરો’ સિકન્દરા

ત્યારબાદ ક્રમશ ‘’જહાંગીર’’ ‘’શાહજહાં’’ અને ‘’ઓરંગઝેબ’’ એ મોગલ શાસન ચલાવ્યું, ‘’ઓરંગઝેબ’’ ના શાસનકાળ માં ‘’મોગલ સમ્રાજ્ય’’  આજનું ‘’ભારત’ ‘’પાકિસ્તાન’’ અને મોટાભાગનું ‘’અફગાનિસ્તાન’’ સુધી હતું,‘’ઓરંગઝેબ’’ ના અવસાન બાદ મોગલ સમ્રાજ્ય વીખરાવા લાગ્યું હતું છતાં પણ ‘’ઓરંગઝેબ’’ બાદ પણ મોગલ શાસનકાળ ચાલેલું જેમાં

7-બહાદૂરશાહ(1)(1643–1712),,,

8-જહાંદરશાહ(1661-1713),,

9-ફરુખસીયાર(168૩-1719),,

10-રફી-ઉ-દરજાત(1699–1719),,

11-શાહજહાં(2)રફી-ઉદ-દોલા(1696-1719),,

12-મુહમ્મદશાહ(1702-1748),,

13-અહેમદશાહબહાદૂર(1725-1775),,

14-આલમગીર(2)1699-1759),,

15-શાહઆલમ(2)(1728-1806),,

16-અકબરશાહ(2)(176૦-1837),,

17-બહાદૂરશાહ જફર(1775-1862)  દ્વારા શાસન કરવામાં આવેલું

”દિવાન-એ-આમ”

મોગલ સમ્રાજ્ય ના અંતિમ બાદશાહ ‘’ બહાદૂરશાહ જફર’’ ની સતા માત્ર ‘દિલ્હી પુરતી સીમિત રહેવા પામી હતી, જો કે તેમણે ઈ.સ.1857 ના સ્વતન્ત્રતા સંગ્રામ માં મહત્વનું નેતૃત્વ પૂરું પડ્યું હતું અને અંગ્રેજો સામે નિર્ણાયક લડાઈ લડવા માટે પ્રેરકબળ પૂરું પડેલું અને અંગ્રેજોએ તેમણે પકડીને ‘રંગુન (બર્મા) મોકલી નજરકેદ કરેલા અને ત્યાજ તેમનું અવસાન થયું અને ‘મોગલ સમ્રાજ્યનો અંત થયો  

                      (( મોગલો દ્વારા ભવ્ય નિર્માણો ))

”લાલબાગ” ઢાકા બાંગ્લાદેશ
”શાલીમાર બાગ” લાહોર

“”બાબર દ્વારા  “બાગ-એ-બાબર’ (કાબુલ,અફગાનિસ્તાન)

‘’મહાન અકબર’’ દ્વારા

આગ્રા નો કિલ્લો, હુમાયું નો મકબરો,,દિલ્હી  ફતેહપુર સિક્રી ( એક નવું શહેર) ‘’શેખ સલીમ ચિશ્તી દરગાહ, ફતેહપુર સિક્રી  અલ્લાહાબાદ નો કિલ્લો,(યુ.પી.) ‘’અકબરી બ્રીજ’’ (મોગલ શાહી બ્રીજ)(જોનપુર,યું.પી.)

‘’જહાંગીર”” દ્વારા

બાદશાહી મસ્જીદ,બેગમશાહી મસ્જીદ, (પાકિસ્તાન)   ‘’ઈતીમાંદ-ઉદ-દોલા’ નો મકબરો,,દિલ્હી ‘’હિરન-મીનાર, તથા શેખપુરાકિલ્લો, (શેખપુરા,પાકિસ્તાન) ‘’અકબર-મકબરા’’ ‘સિકન્દરા’ (યુ.પી.)

“”શાહજહાં” મસ્જીદ ‘થાટા” સિંધ પાકિસ્તાન

‘’શાહજહાં’’ દ્વારા

‘તાજમહેલ’,(આગ્રા), ‘’જામા મસ્જીદ’’દિલ્હી, ‘’વજીરખાન મસ્જીદ’’ લાહોર(પાકિસ્તાન)  ‘’શાલીમાર ગાર્ડન’’ લાહોર(પાકિસ્તાન)   ‘’શાહજહાં મસ્જીદ’’ લાહોર(પાકિસ્તાન) ‘’શાહી હમામ’ લાહોર(પાકિસ્તાન)  “”આગ્રા” ના કિલ્લા માં સુધારાઓ,, લાહોર કિલ્લો (પાકિસ્તાન) ‘’મોતી મસ્જીદ’’લાહોર(પાકિસ્તાન),, શીશ મહેલ લાહોર(પાકિસ્તાન) નોલખા પેવેલીયન લાહોર(પાકિસ્તાન) ‘શાહજહાંમસ્જીદ’ (93 ગુમ્મ્બ્દ વાળીમસ્જીદ) ‘થાટા’ સિંધ (પાકિસ્તાન) ‘’દિવાન-એ-ખાસ’’ (ખાસ માણસો માટે) ‘’દિવાન-એ-આમ’’ (સામાન્ય માણસો માટે) ‘’ચશ્મે શાહીબાગ’’ (શ્રીનગર,કાશ્મીર) ‘’ખુશરો-બાગ(પ્રયાગરાજ,યું.પી.),, ‘’મેહતાબ બાગ’’,(તાજમહેલ પરિસર),,  ચાબુરજી-બાગ,લાહોર(પાકિસ્તાન) ‘’દાઈ-અંગા મકબરો તથા ‘’ગુલાબી-બાગ’’ લાહોર(પાકિસ્તાન) ‘’શાહદરા-બાગ’’ ‘જહાંગીર મકબરો’’ ‘અકબરી સરાઈ’’(કુઓ) ’’નુરજહાં મકબરો” લાહોર(પાકિસ્તાન)‘’વાહ-બાગ’’,(પંજાબ,પાકિસ્તાન)

”જાલી” શેખ સલીમ ચિશ્તી દરગાહ ફતેહપુર સિક્રી

‘’ઓરંગઝેબ’’ દ્વારા

‘’બાદશાહી મસ્જીદ’’ લાહોર(પાકિસ્તાન)   ‘’લાલબાગ કિલ્લો’’ઢાકા(બાંગ્લાદેશ)  ‘’સુનહરી મસ્જીદ’’ લાહોર(પાકિસ્તાન) ‘’પીંજોર-બાગ’’ (પંચકુલા,હરિયાણા) ‘’હુઝુરી-બાગ’’ લાહોર(પાકિસ્તાન) ‘’મોતી મસ્જીદ”દિલ્હી     

”લાલબાગ કિલ્લો” ઢાકા,બાંગ્લાદેશ

”અન્ય મોગલો દ્વારા

‘’સફદરજંગ મકબરો’’( દિલ્હી),,  નિશાત-બાગ,(શ્રીનગર,કાશ્મીર) ‘’પરી-મહેલ’ (ડલ-લેક,શ્રીનગર)  ‘’કુશીદા-બાગ’’ દિલ્હી  ‘’રોશન-આરા બાગ,દિલ્હી,,

”જામા મસ્જીદ” દિલ્હી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *