MUGHAL 06 AURANGZEB

મોગલ બાદશાહ ‘’ઓરંગઝેબ’’ નો જન્મ ઈ.સ.1618 ના નવેમ્બર ની 3 જી તારીખે ગુજરાતના ‘દાહોદ’ ખાતે થયો હતો. ‘’ઓરંગઝેબ’’ ‘શાહજહાં’ અને ‘મુમતાજ’ ના સંતાનો માં ત્રીજા નંબરના પુત્ર હતા, ‘’ઓરંગઝેબ’’ નું આખુનામ :

‘’અલ-સુલતાન,અલ-આઝમ-વલ-ખાકાન-ઉલ-મુકર્ર્મ, હઝરત મુજફ્ફર મુહી-યું-દ્દીન મુહમ્મદ ઓરંગઝેબ આલમગીર, બાદશાહ ગાજી, શહેનશાહ-એ-સલ્તનત-ઉલ-હિન્દી-વલ-મુગલીયા”

ઈ.સ.1628 ના જુનની ૩જી તારીખે એક અસફળ વિદ્રોહ કરવાના ગુનાસર ‘’ઓરંગઝેબ’’ અને તેના ભાઈ ‘સીકોહ’ તથા તેમના પિતા ‘શાહજહાં’ ને દાદા-દાદી (‘જહાંગીર’ ‘નુરજહાં’) દ્વારા ‘’લાહોર’ (પાકિસ્તાન) ખાતે દરબાર મારફતે ‘’બંધક’ બનાવવામાં આવેલા, અને ઈ.સ.1628 ની ફેબ્રુઆરીની 26 તારીખે ‘શાહજહાં’ ને આધિકારિક રૂપે મોગલ  બાદશાહ જાહેર કરવામાં આવેલ જેથી ‘’ઓરંગઝેબ’’ પોતાના માતા-પિતા સાથે ‘આગ્રા’’ ખાતે રહેવા લાગ્યો અને ત્યાંજ ‘’અરબી’ અને ‘ફારસી’ માં શિક્ષણ મેળવ્યું, તેને રોજ રૂ.500 મળતા તે તેણે ધાર્મિક શિક્ષણ અને ઈતિહાસ ના અધ્યન માં ખર્ચ કરેલ

ઈ.સ.1633 ના મેં મહિનાની 28 મી તારીખે મુગલ શાહી સમ્રાજ્ય માં એક શક્તિશાળી યુદ્ધ હાથી પ્રવેશતા ‘’ઓરંગઝેબે’’ ઘોડા પર સવાર થઈને માત્ર એક જ જાટકે હાથી ને મારી નાખેલ, અને સફળતાપૂર્વક પોતાને બચાવેલો, ‘’ઓરંગઝેબ’’ની આ ‘વીરતા’ માટે તેના પિતા ‘બાદશાહ’ ‘શાહજહાં’ એ તેનું સન્માન કરેલું અને ‘’ઓરંગઝેબ’’ની સોના ભારોભાર તુલા કરેલી, અને ‘’ઓરંગઝેબ’’ ને રૂ.2.00.000,(બે લાખ) ઉપહાર રૂપે આપેલા

ઈ.સ.1659 ના જુન મહિનાની 13 મી તારીખે ‘’ઓરંગઝેબ’’ નો ‘’શાલીમાર બાગ’ ખાતે રાજ્યાભિષેક થયેલો અને તે મોગલ બાદશાહ બનેલો,  ‘’ઓરંગઝેબે’’ અને ‘’મુરાદ’ દ્વારા તેમના ભાઈ ‘’દારા સીકોહ’ ‘ધર્મદ્રોહી’ છે એવો નારો લગાવવામાં આવેલ અને તેના વિરુદ્ધ બે વખત યુદ્ધ કરવામાં આવેલા, અને ઈ.સ.1659 ના સપ્ટેમ્બર ની 10 તારીખે ‘’દારા સીકોહ’’ ની હત્યા કરવામાં આવેલી

                ‘’ઓરંગઝેબ’’ દ્વારા બાદશાહ બન્યા બાદ પોતાના પિતા ‘’શાહજહાં’’ ને પકડી લીધા અને તેની સાથે કોઈ દુર્વ્યવહાર ના કર્યો અને ‘’શાહજહાં’’ ને તેની ઈચ્છાઓ સાથે નજરકેદ માં રાખેલા અને ‘’શાહજહાં’’ નું ઈ.સ.1666 માં અવસાન થતા ‘’તાજ મહેલ’’ ખાતે આદરપૂર્વક દફનાવવા આદેશ આપેલા,‘’ઓરંગઝેબ’’ ને ‘’પોતાની પ્રજા દ્વારા આપવામાં આવેલ નામ ‘’આલમગીર’ જેનો અર્થ ‘’વિશ્વ વિજેતા’’ થાય છે, ‘’ઓરંગઝેબ’’ નું શાસન ઈ.સ.1658 થી શરુ થઈને ઈ.સ.1707 માં તેના અવસાન સુધી રહ્યું હતું ‘’મહાન અકબર’’ બાદ સોથી વધુ શાસન કરનાર મોગલ ‘બાદશાહ’ એટલે ‘’ઓરંગઝેબ’’

‘’ઓરંગઝેબે’’ મુસ્લિમો માટે ‘’ફતવા-એ-આલમગીરી’’ નામે  (ઇસ્લામિક કાનુન) બનાવેલો જો કે ‘’ઓરંગઝેબ’’ના શાસનકાળમાં તેના દરબારીઓ માં સોથી વધુ સંખ્યામાં ‘’હિંદુ’ દરબારીઓ ની હતી, ‘’ઓરંગઝેબ’’ના શાસનકાળમાં હિંદુ મનસબદારો ની સંખ્યા 31% હતી, જે મોગલ ઇતિહાસમાં સોથી વધુ હતી,

પ્રોફેસર રામ પુનિયાની ના મત પ્રમાણે ‘’ઓરંગઝેબ’’ હિંદુઓ પ્રત્યે કટ્ટર ન્હોતો પરંતુ પરિસ્થતિઓ ના આધારે પોતાની નીતિઓ અપનાવતો ‘’ઓરંગઝેબે’’ મોજુદ ‘મંદિરો’ ની મરમ્મત અને દેખ-રેખ માટે મંજુરીઓ  આપેલ ‘’ઓરંગઝેબ’’ ના નામથી ઘણા આદેશો છે  જે મંદિરો અને ગુરુદ્વારાઓ નું સમર્થન કરે છે જેમાં ઉજ્જેન નું ‘’મહાકાલેશ્વર મંદિર’ ચિત્રકૂટ નું ‘’બાલાજી મંદિર’ ગુવાહાટી નું ‘’ઉમાન્નદ મંદિર’ અને અન્ય લોકો સિવાઈ શત્રુંજ્ય ‘જેન મંદિર’’ સામેલ છે.

          ‘’ઓરંગઝેબ’’નેલાગ્યું‘’કુરાનેશરીફ’’ ની આયાતો ની મોહર ચલણી સિક્કાઓ પર ન લગાવવી જોઈએ, જે પહેલાથી ચાલતું આવેલું હતું, કારણ કે ચલણી સિક્કા ઓ વારંવાર લોકોના હાથોમાં અને પગમાં આવી જાય છે, માટે‘’ઓરંગઝેબ’’નાશાસનકાળનાસિક્કાઓમાં‘’ટંકશાળ’ ના શહેરનું નામ અને એક ચહેરા પર વર્ષ અંકિત કરવામાં આવતું હતું

તેના પિતાની વિપરીત ‘’ઓરંગઝેબ’’ને ‘’વાસ્તુકલા’’ માં ખાસ રૂચી ન્હોતી ‘’ઓરંગઝેબ’’ દ્વારા દિલ્હીમાં ‘’લાલ કિલ્લા’’ પરીસરમાં ‘’મોતી મસ્જીદ’’ ના નામે એક નાનકડી આરસ ‘’સંગેમરમર’’ ની  મસ્જીદ નું નિર્માણ કરવામાં આવેલું, ‘લાહોર’ (પાકિસ્તાન) માં ‘’બાદશાહી મસ્જીદ’’ નું નિર્માણ, કાશ્મીરમાં  શ્રીનગર ખાતે કાશ્મીર ની સોથી મોટી ‘’હઝરત બલ દરગાહ તથા મસ્જીદ’ નું નિર્માણ, અને ઓરંગાબાદ ખાતે ‘’બીવી કા  મકબરા’’ સંરચના નું નિર્માણ જે હાલમાં એતિહાસિક સ્મારક છે, આ સ્મારક નું નિર્માણ ‘’ઓરંગઝેબ’’ ના દીકરાઓ દ્વારા તેમની માતા ની યાદ માં  કરવામાં આવેલું

‘’ઓરંગઝેબ’’ ના શાસનકાળ માં મોગલ સમ્રાજ્યનો  વિસ્તાર ખુબજ ફેલાયેલો કદાચ ‘’ઓરંગઝેબ’’ એ સમય માં સોથી વધુ ‘અમીર’ અને સોથી વધુ શક્તિશાળી રહ્યા હશે કારણ કે દક્ષીણ ભારતમાં મેળવેલા  વિજ્યો સાથે મોગલ સમ્રાજ્ય ને ‘’ઓરંગઝેબે’’ 12,50,000. વર્ગ કી.મી. સુધી ફેલાવેલું અને 15 કરોડ લોકો પર રાજ કર્યું જે એ સમયે વિશ્વની ¼  હતી, ઇ.સ.1707 ના માર્ચ ની ૩ તારીખે મોગલ બાદશાહ  ‘’ઓરંગઝેબ’’ નું અવસાન થયેલું અને તેમને ‘ઓરંગાબાદ’ ખાતે દફનાવવામાં આવેલા

‘’ઓરંગઝેબ’’ અતિ પવિત્રતા સાથેનું જીવન જીવતા, પોતાના વ્યક્તિગત જીવનમાં તે એક આદર્શ વ્યક્તિ હતા, એશિયા ના શાસકો માં જે દુર્ગુણો હતા ‘’ઓરંગઝેબ’’ એવા તમામ ‘દુર્ગુણો’ થી મુક્ત હતા, ‘’ઓરંગઝેબ’’ એક સાદું જીવન જીવતા, ખાન-પાન, વેશભૂષા, અને જીવનની અન્ય બધીજ સુવિધાઓમાં તેઓ સંયમ રાખતા, પ્રશાસન માં વ્યસ્ત રહીને પણ તેઓ પોતાની જરૂરતો ને પૂર્ણ કરવા ‘’કુરાને શરીફ’’ ની પ્રતિકૃતિ બનાવીને અને ટોપીઓ સીવીને બાદમાં વેચીને થોડા રૂપિયા કમાવવાનો સમય કાઢતા હતા, આ ઉપરાંત તેમણે પોતાની હયાતી માં જ પોતાના મૃત્યુ પાછળ થતા ખર્ચની રકમની વ્યવસ્થા કરી રાખેલી, ઉપરાંત વસિયતનામું લખીને પોતાના સંતાનો ને આદેશ આપેલ કે તેના અવસાન બાદ તેની કબર પર કોઇપણ ભવ્ય મકબરો બનાવશો નહી અને માત્ર એક સાદી કબર રાખશો, આજે પણ ‘ઓરંગાબાદ’ ખાતે તેમની સાદી કબર  તેમની સાદગી ની નીસની અને યાદગીરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *