MUGHAL 05 SHAHJAHAN

Sahenshah Shah jahan

”શાહજહાં” મોગલ કાળના 4 થા બાદશાહ હતા ”શાહજહાં” નો જન્મ ઈ.સ.1592 ની જાન્યુઆરી ની 5મી તારીખે ‘’લાહોર’’ (પાકિસ્તાન) માં થયો હતો,

શાહજહાં” નું આખું નામ

‘’શહેનશાહ અલ-સુલતાન અલ-આઝમ વલ-ખકાન અલ-મુકર્ર્મ,મલિક-ઉલ-સલ્તનત આલા હઝરત અબુ મુજફ્ફર શહા-બુદ-મુહમ્મદ શાહજહાં  સાહિબ-એ-કિરન-એ-સાની, પાદશાહ,જીલ્લુલાહ, ફિરદોસ-આશીયાની,શહેન્સાહ-ઈ-સુલ્તાન્ત ઉલ હિન્દિયા વલ મુગલીયા’’ હતું

મોગલશાસનકાળ દરમિયાન સ્મારકો બંધાવવામાં ‘’શાહજહાં’’ નું સોથી મોટું યોગદાન હતું  ‘વિશ્વ પ્રસિદ્ધ’ ‘’તાજ મહેલ’’ પણ ‘’શાહજહાં’’ દ્વારા નિર્માણ કરાવેલું ‘પ્રેમ નું પ્રતિક’ છે

TAj Mahal a beauti of India

                  ‘’શાહજહાં’’ એ  બાદશાહ ‘’જહાંગીર’’ ના ત્રીજા પુત્ર હતા ‘’શાહજહાં’’ ના માતા મારવાડના એક રાજકુમારી જેમને ‘’જગત ગોસાઈ’’ અને મોગલ ઈતિહાસ માં ‘’બિલ્કીશ-મકાની’’ તરીકે ઓળખવામાં આવતા હતા ‘’શાહજહાં’’ નું બચપન નું નામ ‘’ખુર્રમ’’ તેના દાદા ‘’મહાન-અકબરે’’ પાડેલું  ‘’શાહજહાં’’અને તેના દાદા અકબર વચ્ચે બહુજ વધુ પ્રેમ અને સ્નેહ હતો

Red Fort Delhi

’શાહજહાં’’ (ખુર્રમ) જયારે તે માત્ર 6 દિવસનો હતો ત્યારથી જ તેના દાદા ‘’અકબર’’ ના આદેશ થી દાદી ‘’રુકેય્યા બેગમ’’ ને સોપવામાં આવેલો, અને ‘’રુકેય્યા બેગમ’’ ની દેખરેખમાં જ ‘’શાહજહાં’’ નો ઉછેર થયેલો, બાદશાહ ‘’જહાંગીર’’ તેમના પુસ્તક ‘’તુજુક-એ-જ્હાન્ગીરી’’ માં લખે છે કે એક સાચી માતા ની જેમ જ ‘’રુકેય્યા બેગમે ‘’શાહજહાં’’ને પ્રેમથી મોટો કરેલો, અને ‘’શાહજહાં’’ ના દાદા ‘’મહાન અકબર’’ ના અવસાન બાદ ‘’શાહજહાં’’ તેના પિતા બાદશાહ ‘’જહાંગીર’’ પાસે 14 વર્ષની ઉમરે પરત ફરેલા,

ઈ.સ.1627 ની જાન્યુઆરી ની 19 મી તારીખે ‘’શાહજહાં’’ નો રાજ્યાભિષેક થયેલો, અને આ મોગલ સલ્તનત નો સુવર્ણ કાળ હતો કારણ કે ભરતમાં મોગલોનું મોટું સમ્રાજ્ય હતું, ઈ.સ. 1607 માં ‘’શાહજહાં’’  ની સગાઈ ‘’અર્જૂમંદ-બાનું’’ (મુમતાજ) સાથે થયેલ, આ ‘’અર્જૂમંદ-બાનું’’ મોગલ શાહી પરિવાર ના સંરક્ષક એવા ‘’મિર્જા ગીયાસ બેગ ની દીકરી હતી આ ’મિર્જા ગીયાસ બેગને  ”ઇતિ-માદ-ઉદ-દોલા’’ ના ઈલ્કાબ થી નવાજવામાં આવેલા, ‘’શાહજહાં’’ અને ‘’અર્જૂમંદ-બાનું’’ વચ્ચે સાચો પ્રેમ હતો અને ‘’અર્જૂમંદ-બાનું’’ ‘’શાહજહાં’’ની મુખ્ય સલાહકાર પણ હતી, ઈ.સ.1631 ના જુલાઈ ની 7મી તારીખે ‘’અર્જૂમંદ-બાનું’’(મુમતાજ) નું અવસાન થયેલું  વિશ્વ પ્રસિદ્ધ ‘’તાજ-મહેલ’’ ‘’શાહજહાં’’ અને ‘’અર્જૂમંદ-બાનું’’(મુમતાજ)ની દ્ફ્નગાહ છે,

‘’શાહજહાં’’ ના સમયના દસ્તાવેજ ના આધારે ઈ.સ.1648 માં લશ્કર માં કુલ 9,11,400/ સેનીકો હતા જેમાં ‘’શાહજહાં’’ ના આદેશ નું સીધું પાલન કરે એવા કુલ  1,85,000/  ખાસ સેનીકો હતા

 ‘’શાહજહાં’’એ પોતાના શાસનકાળ દરમિયાન ભવ્ય સ્મારકો,મહેલો,મસ્જીદો બંધાવેલ અને ભવ્ય વિરાસતમાં તેણે બીજા મોગલ બાદશાહો ને પાછળ રાખી દીધા હતા, ‘’શાહજહાં’’ ની સોથી પ્રસિદ્ધ ઈમારત ‘’તાજ મહેલ’’ હતી જે તેણે પોતાની પ્રિય પત્ની ‘’અર્જૂમંદ-બાનું’’(મુમતાજ) માટે પ્રેમ પૂર્વક બનાવેલ, ‘’તાજ મહેલ’’ બનવામાં 20 વર્ષ નો સમય થયો હતો, અને ‘’તાજ મહેલ’’ ના નિર્માણ માં સફેદ આરસ ‘’સંગેમરમર’’ નો ઉપયોગ કરવામાં આવેલ છે, ઉપરાંત દિલ્લી નો લાલ કિલ્લો, જામા મસ્જીદ, આગ્રા નો કિલ્લો,વજીરખાન મસ્જીદ, મોતી મસ્જીદ, શાલીમાર બાગ, લાહોર નો કીલ્લો,            પેશાવર માં ખાન મસ્જીદ, પોતાના પિતા બાદશાહ ‘’જહાંગીર’’ નો ભવ્ય મકબરો, અનમોલ મયુર સિંહાસન, ‘’શાહજહાં’’ એ પોતાના  દ્વારા નિર્મિત ભવ્ય સ્મારકોમાં કુરાને શરીફ ની સૂચક આયાતો નો પણ બેનમુન ઉપયોગ કર્યો હતો,

Mayur Sinhaashan
Moti Maszid AAGRA

ઇ.સ. 1647 માં  પાકિસ્તાનના સીંધ પ્રાંત ‘’થાટા’’ માં  93 ગુમ્બ્દો વાળી મોટી મસ્જીદ એટલે ‘’શાહજહાં’’ મસ્જીદ આ મસ્જીદ માં ગુમ્બ્દો ની રચના એટલી ખાસ છે કે એક બાજુએ થી આવતો અવાજ બીજી બાજુ સુધી સંભળાય, ‘’તાજ મહેલ’’ સાથે આ મસ્જીદ પણ યુનેસ્કો દ્વારા ઈ.સ. 1993 થી હેરીટેજ સાઈટ જાહેરકરવામાં આવેલ છે,

Currency (Shah Jahan)

‘’શાહજહાં’’ ને તેમના દીકરા અને બાદશાહ ‘’ઓરંગઝેબ’’ દ્વારા આગ્રા ના લાલ કિલ્લા માં ‘’નજર કેદ’’ કરવામાં આવેલા અને ‘’શાહજહાં’’ ની ઈચ્છા અનુસાર જે જગ્યાએ થી ‘’તાજ મહેલ’’ સ્પસ્ટ દેખાય એવી જગ્યાએ ‘’નજર કેદ’’ કરવામાં આવેલ અને આગ્રા ના લાલ કિલ્લા માં ઈ.સ.1666 ના જાન્યુઆરી ની 22 મી તારીખે ‘’શાહજહાં’’ નું અવસાન થયેલું, અને ‘’શાહજહાં’’ ને તેની ઈચ્છા અનુસાર  ‘’તાજ મહેલ’’ ખાતે દફનાવવામાં આવેલ

Tomb Of Shah jahan and Arjumand Banu (Mumtaz)
TAj Mahal a beauti of India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *