ભારતમાં મોગલ શાસનકાળ માં ‘જહાંગીર’ 4’થા મોગલ બાદશાહ અને શાસક હતા ‘’જહાંગીર’’ નો જન્મ ઈ.સ.1569 ના ઓગસ્ટ ની 30 ની તારીખે ‘’ફતેહ-પુર સિક્રી’ માં આવેલી સંત ‘’શેખ સલીમ ચિશ્તી’’ ની જગ્યાએ થયો હતો, તેના પિતા ‘’મહાન અકબર’’ અને માતા ‘’મરિયમ ઉઝ જમાની’’ હતા અને ‘’જહાંગીર’’ અકબર ના પુત્રો માં સોથી મોટા પુત્ર હતા, ‘જહાંગીર’ નું મૂળ નામ ‘’સલીમ’ હતું
ઈ.સ.1605 ના ઓક્ટોમ્બર ની 24 મી તારીખે ‘’નુરુદ્દીન મોહમ્મદ જહાંગીર’’ નો ‘’રાજ્યાભિષેક’’ થયો હતો અને તેણે શાસન શરુ કરેલું, ‘’જહાંગીર’’ ના પ્રથમ લગ્ન ‘’આમેર’ ના રાજા ‘ભગવાનદાસ’ ના પુત્રી અને ‘’માનસિંગ’’ ના બ્હેન ‘’માનબાઈ’’ સાથે થયા હતા, ‘’જહાંગીર’’ એ મહત્વના સુધારાઓ કરેલા જેમાં કાન,નાક, અને હાથ કાપવાની સજા પર પ્રતિબંધ ફરમાવેલો, કોઇપણ ‘’જહાંગીર’’ ને સરળતાથી ફરિયાદ કરી શકે એ માટે તેણે એક સાંકળ સાથે ઘંટ લટકાવીને ઘંટ વગાડીને ફરિયાદ કરવા માટેની ઉતમ વ્યવસ્થા શરુ કરી હતી
‘’જહાંગીર’’એ પોતાના જીવન પર આધારિત પુસ્તક ‘’તુજુક-એ-જહાંગીરી’’ લખેલું, આ પુસ્તક માં ‘જહાંગીર’’ એ નોધ કરેલ છે કે ગુલાબ ના ફૂલ માંથી ‘અત્તર’ બનાવવાની રીતની શરૂઆત ‘નુરજહાં’ બેગમના માતા ‘’અસ્મત બેગમ’ દ્વારા કરવામાં આવેલી,
‘જહાંગીર’ ચિત્રકારી,અને કળા ના શોખીન છે એવી નોધ ‘’તુજુક-એ-જહાંગીરી’’ માં તેમણે કરેલી છે, આવું ઘણું વર્ણન તેને પોતાના પુસ્તક ‘’તુજુક-એ-જહાંગીરી’’ માં કરેલું છે, ઉપરાંત તેને ઘણા સ્મારકો નું નિર્માણ પણ કરાવેલું
પોતાના જીવનના અંતિમ દિવસોમાં ‘’જહાંગીર’’ સતત બીમાર રહ્યો હતો, અને ઈ.સ.1627 ની ઓક્ટોમ્બર ની 28 મી તારીખે કાશ્મીર થી પરત ફરતી વખતે રસ્તામાં ‘’ભીમવાર’ નામના સ્થળે તેનું અવસાન થયેલું, ત્યાર બાદ ‘’લાહોર’ (પાકિસ્તાન) માં ‘’સહાદરા’ પાસે રાવી નદીના કિનારે આ મોગલ બાદશાહ ”જહાંગીર” ને દફનાવવામાં આવેલ