Importance of mother and father

આજે તા.૨૧/૦૬/૨૦૨૦ ”આજે ફાધર્સ ડે”’ દર વર્ષે જુન મહિનાના ત્રીજા રવિવારે સમગ્ર વિશ્વમાં આ ‘ફાધર્સ ડે’ ઉજવવામાં આવે છે આજના આ ”ફાધર્સ ડે” નિમિતે ” ”કુરાન-એ-શરીફ” માં ”માતા-પિતા” વિષે શું આદેશ છે એ જાણીએ

”કુરાન-એ-મઝીદ” માં ઈરસાદ છે….
    અને તમારા ”અલ્લાહ” નો નક્કી કરેલો નિર્ણય છે કે ”તમે ”અલ્લાહ” સિવાઈ કોઈની પણ ‘ઈબાદત’ કરશો નહીં અને તમારા ”માતા-પિતા” સાથે સારું વર્તન કરતા રહો,, જો તમારી સામે ”માતા/પિતા” અથવા બન્ને ”વૃદ્ધાવસ્થા” ( ઘડપણ) માં પહોચી જાય તો તમે તેઓને ”ઉફ્ફ” પણ કહેશો નહીં,અને તેઓને ‘જાટકશો’ નહીં,, અને તેઓની સાથે ”સાલીનતા” સાથે ”આદર-પૂર્વક” વાતચીત કરશો,, અને તેઓની સામે ‘આજીજી’ પૂર્વક અડગ રીતે જુકેલા રહો અને કહો .. “ઓ મારા ”પરવરદિગાર” જે રીતે મારા ‘માતા-પિતા’ એ મને ‘બચપણ’ માં ઉછેર્યો છે એ જ રીતે ”ઓ ”અલ્લાહ” તું મારા ”માતા-પિતા” પર રહેમ ફરમાવજે.

ખરેખર વિશ્વના બધાજ ધર્મો ‘માતા-પિતા’ વિષે આદર, સાલીનતા, જાળવવા અને તેઓની વૃદ્ધાવસ્થામાં સેવા-ચાકરી કરવા આદેશ આપે છે, અને ખરેખરમાં ‘માતા-પિતા’ ‘ઈશ્વર’ ની આપણને અનમોલ ભેટ છે

ખરેખર ”ફાધર્સ ડે” પ્રથમ વખત ‘વર્જીનીયા’ ના ‘ફેયરમોન્ટ’ માં ઈ.સ.૧૯૦૮ ના જુલાઈ મહિનાની ૫,મી તારીખે મનાવવામાં આવેલોઆ ”ફાધર્સ ડે” ની વાસ્તવિક હકીકત એ છે કે ઈ.સ.૧૯૦૭ માં ડીસેમ્બર ની ૬,ઠ્ઠી તારીખે ૩૬૨ ”પિતાઓ” નું ”મોનોગાંહ” ની એક ખાણ દુર્ઘટના માં મૃત્યુ થયેલું, ત્યારબાદ ”ગ્રેસ ક્લેટન” દ્વારા એક વિસેસ દિવસ નું આયોજન કરવામાં આવેલું, આ દિવસ ને જ ”ફાધર્સ ડે’ કહેવામાં આવે છે.

એક ‘શાયરે’ ખુબ સરસ લખ્યું છે……
      ”માં-બાપ” સે રખ દોસ્તી ”માં-બાપ” ફિર મિલતે નહી
      મત હો ખફા ઉનપર કભી ”માં-બાપ” ફિર મિલતે નહી”

”માતા-પિતા” પાસે રહેવાના બે ફાયદા એ છે કે ”તમે ક્યારેય મોટા નથી બનતા’ અને ”માતા-પિતા” વૃદ્ધ નથી બનતા” આજના ”સોશ્યલ-મીડિયા” ના વધતા-જતા ક્રેજ ના કારણે ”ફાધર્સ ડે” ને એક અલગ ઓળખ મળી છે

આજની આ પોસ્ટ હું મારા પિતા મ.જ. હાજીમહમ્મદભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી ને ભેટ કરું છું

.જ. હાજી મહમ્મદભાઈ કુરેશી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *