MUSLIM FREEDOME FIGHTERS

ભારતની સ્વતંત્રતા માટે મુસ્લિમો નું બલીદાનઅને યોગદાન

આપણો દેશ આઝાદ થયાને આજે 73 વર્ષ થયા છે આપણા દેશની આઝાદીની લડાઈમાં સેંકડો લોકોનું અમુલ્ય યોગદાન રહ્યું છે, તેમના આ બલીદાન ને કોઇપણ કાળે ભૂલી ન શકાય, પરંતુ દુર્ભાગ્યપણે આપણે 26મી જાન્યુઆરી કે પછી 15મી ઓગસ્ટે યોજાતા કાર્યક્રમોમાં માત્ર અમુક સ્વતન્ત્રતા સેનાનીઓ વિષે જ ભાષણો સાંભળીએ છીએ, આ કારણોસર એ પ્રશ્ન ઉપસ્થિત થવો સ્વભાવિક છે કે ખરેખરમાં  આપણા દેશની આઝાદી માટે કોણે શું યોગદાન આપ્યું હશે??

તો ચાલો આજે આપણે ભૂતકાળમાં દેશને આઝાદ કરાવવા માટે બનેલી સત્ય હકીકતો ને તપાસીએ અને ખરા અર્થમાં સ્વતંત્રતા સેનાનીઓને સલામી સાથે  ખિરાજ-એ-અકીદત પેશ કરીએ સોપ્રથમ આપણે દેશની રાજધાની માં આવેલા ઇન્ડિયા ગેટ ખાતે અંકિત સ્વતંત્રતા સેનાનીઓના લીસ્ટ વિશેની સત્ય હકીકત જાણીએ

         ઇન્ડિયા ગેટ ખાતે અંકિત સ્વતંત્રતા સેનાનીઓના ટોટલ નામ  = 95300
આ 95300 પેકી મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓના નામ = 61395
  આ 95300 પેકી  દલિત સ્વતંત્રતા સેનાનીઓના નામ = 10777
     આ 95300 પેકી શીખ સ્વતંત્રતા સેનાનીઓના નામ = 08050
    આ 95300 પેકી હિંદુ તથા અન્ય સ્વતંત્રતા સેનાનીઓના નામ = 15078
   ઉપરોક્ત સત્ય હકીકત તપાસતા સ્પષ્ટ માલુમ પડે છે કે ભારતની આઝાદીની લડાઈમાં મુસ્લિમોની મોટી ભૂમિકા તથા યોગદાન છે, 

ભારતના મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓની સત્ય હકીકતો તપાસીએ

1-મેસુર ના સુલતાન હેદરઅલી :

તા.07/12/1782 રોજ હેદરઅલી અંગ્રેજો સામે લડાઈમાં શહીદ થયા હતા     

2-ફતેહઅલી ખાન ટીપુ “ટીપુ સુલ્તાન

” “શેર-એ-મેસુર’ તા.20/11/1782 ના રોજ ટીપું સુલતાન નો જન્મ થયો હતો, ટીપું સુલતાન મિસાઈલ/રોકેટ ના પણ જનક    હતા,ટીપું સુલતાન નું નામ આવતાજ તેમના બોલેલા શબ્દો

          ‘’’૧૦૦ વર્ષોની ‘’ઘેટા-બકરા’’ જેવી જિંદગી જીવવા કરતા

                   ‘’સિંહ’’ જેવી એક દિવસ ની જિંદગી વધુ  સારી’’’

 આ શબ્દો આપણા ભવ્ય ઈતિહાસમાં સોનેરી અક્ષરો થી અંકિત છે, ટીપું સુલતાને સતત 3 વખત અંગ્રેજોને હરાવેલા અને 4 થા યુધ્ધમાં અમુક લોકોની ગદારી ના કારણે તા.04/05/1799 ના રોજ ટીપું સુલતાન અંગ્રેજો સામે લડતા-લડતા શહીદ થયેલા

3- મોલાના ફઝલે હ્ક્ક ખેરાબાદી : ઈ.સ. 1857 ના સ્વતંત્રતા  સંગ્રામમાં   તેઓની

મહત્વની ભૂમિકા હતી, મોલાના સાહેબ તર્કશાસ્ત્રી,ઉર્દુ,અરબી,ફારસી ભાષાઓના પ્રસિદ્ધ શાયર હતા, આ સ્વતંત્રતા સેનાનીએ અંગ્રેજો વિરુદ્ધ ‘’ફતવો” બહાર પાડેલો તેમની સ્વતંત્રતા સંગ્રામની સક્રિયતા ના કારણે તા.30/01/1859 ના રોજ અંગ્રેજોએ તેમની ધરપકડ કરી તેમના પર કેશ ચલાવી ‘’કાલાપાની’’ ની સજા આપેલી અને તા.20/08/1861 ના રોજ અંદામાન-નિકોબાર ખાતેની સેલ્યુલર જેલમાં તેમનું મૃત્યુ થયું હતું

4-દિલાવર જંગ અહેમ્દુલ્લાહ મદ્રાસી

અંગ્રેજોએ જયારે હિંદુ સેનિકોને ગાયની ચરબી વાળી કારતુસ અને મુસ્લિમ સેનિકોને ડુક્કરની ચરબી વાળી કારતુસ ના ઉપયોગ માટે બળજબરી કરેલી ત્યારે આ સ્વતંત્રતા સેનાનીએ અંગ્રેજો વિરુદ્ધ લડાઈ લડવા નક્કી કરી લીધું હતું, અને ક્રમશ લડાઈ ચાલુ કરેલી તેઓ ખુબજ  બાહોશ અને નિડર હતા  સ્વતંત્રતા સેનાનીઓ ની ટીમ બનાવી અંગ્રેજો ની ઊંધ હરામ કરી નાખી હતી, અંગ્રેજ સરકારે તેમના માથે એ સમયે રૂ.50.000/ નું ઇનામ જાહેર કરેલું, અંતે સામ-સામી ગોળીબારીમાં તેઓ “શહીદ” થયા હતા.

5-બહાદુરશાહ જફર

આ સ્વતંત્રતા સેનાની એ સમયના દિલ્હીના મોગલ  બાદશાહ હતા ઈ.સ.1857 ના સ્વતંત્રતા સંગ્રામમાં તેમણે  નેતૃત્વ કર્યું હતું. અને લડાઈ શરુ થતા તેઓને અંગ્રેજોએ દિલ્હી સ્થિત “”હુમાયુ’’ ના મકબરા ખાતેથી પકડી લીધા હતા ત્યારબાદ તેમના દીકરાનું મસ્તક એક “ભોજન-થાળી’’ માં રાખીને તેમને પીરસવામાં આવેલ અને “ભોજન-થાળી’’ માં પોતાના દીકરાના મસ્તક ને જોઇને તેમને અંગ્રેજો સામે ઉચ્ચારેલા શબ્દો  “ભારતના સપૂતો દેશમાટે માથા કુરબાન કરી પિતા સમક્ષ આ જ અંદાજમાં આવતા રહેશે, મને દેશમાટે શહીદ થયેલા મારા પુત્રો પર ગોરવ છે, ત્યારબાદ અંગ્રેજોએ તેમને બર્મા (રંગુન) ખાતે નજરકેદ માં રાખેલા ત્યાં વતનપ્રેમ અને દેશપ્રેમમાં તેમણે લખેલી ગઝલ વિશ્વ પ્રસિદ્ધ છે

“”કિતના હે ‘બદનસીબ’ “જફર” દફન કે  લિયે

         “દો ગજ” જમીન ભી ન મિલી “”કુ-એ-યાર” મેં (કુ-એ-યાર = વતન)

6-બેગમ હઝરત મહલ

આ મહિલા સ્વતંત્રતા સેનાની દ્વારા ઈ.સ.1857 ના સ્વતંત્રતા સંગ્રામ માં મહત્વની ભૂમિકા હતી, તેમણે મહિલા સ્વતંત્રતા સેનાનીઓને તોપ, અને બંદુક ચલાવતા સીખડાવેલ અને સ્વતંત્રતા સંગ્રામમાં હિસ્સેદાર બનાવેલ.

7-પીર અલી

આ સ્વતંત્રતા સેનાની ને અંગ્રેજોએ કોઇપણ ગુના વગર પકડી લીધા હતા જેલવાસ દરમિયાન તેમણે અંગ્રેજો વિરુદ્ધ લડાઈ માટે મન બનાવી લીધું હતું અને જેલમાંથી બહાર આવીને 300 ક્રાંતિકારીઓની ટુકડી બનાવેલી અને “”ગુલજાર-બાગ” સ્થિત અંગ્રેજ મુખ્યાલય પર ભીષણ હુમલો કરેલો અને સામ-સામા ગોળીબારમાં અંગ્રેજ કમાન્ડર “”લીલ્યોન’’ ની હત્યા થયેલી અને અમુક ક્રાંતિકારીઓ પણ શહીદ થયા હતા અંગ્રેજોએ તેમને પકડી તેમના પર કેશ ચલાવી તેમને ફાંસી ની સજા સંભળાવેલી અને તેઓ હસતાંહસતાં આઝાદીના નારા લગાવતા ફાંસીએ લટકીને શહીદ થયા હતા

8-બખ્ત ખાં

ઈ.સ.1857 ના સ્વતંત્રતા સંગ્રામ માં તેઓની સક્રિય ભૂમિકા હતી બહાદુરશાહ જફર ની ધરપકડ બાદ તેમણે સ્વતંત્રતા સેનાનીઓને નેતૃત્વ પૂરું પાડેલું, અને તા.13/05/1859 ના રોજ અંગ્રેજો સામે લડતા-લડતા તેઓ શહીદ થયા હતા.

9-મોલાના અબ્દુલ્લા

આ સ્વતંત્રતા સેનાની ની સમગ્ર સંપતી અંગ્રેજોએ જપ્ત કરી લીધી હતી અને તેમના પર ખોટો કેશ કરીને તેમને ‘ફાંસી’ ની સજા સંભળાવેલી પરંતુ સાથી સ્વતંત્રતા સેનાનીઓની મદદ થી તેઓ જેલમાંથી બહાર નીકળવામાં સફળ થયા હતા અને લડાઈ ચાલુ રાખેલી અને અંગ્રેજો સામે લડતા-લડતા તેઓ શહીદ થયા હતા.

10-સય્યદ અલાઉદ્દીન હેદર

આ સ્વતંત્રતા સેનાની હેદ્રાબાદ સ્થિત “મક્કા” મસ્જિદના ઈમામ અને પ્રચારક હતા તેમની પાસે 300 સ્વતંત્રતા સેનાનીઓની ટીમ હતી તેમણે બ્રિટીસ રેજીમેન્ટ પર ભીષણ હુમલો કરેલો અને અસંખ્ય અંગ્રેજો ને મોત ને ઘાટ ઉતારેલા અંતે તેઓને અંગ્રેજોએ પકડી લીધા અને ‘’કાલાપાની’’ ની સજા આપેલી અંદામાન-નિકોબાર ખાતેની સેલ્યુલર જેલમાં તેમનું મૃત્યુ થયું હતું

11-મોલાના મજહરુલ હક્ક

આ સ્વતંત્રતા સેનાનીએ ઇંગ્લેન્ડ માં કાનૂની શિક્ષણ મેળવ્યું હતું, ભારત આવતા  ગંભીર પરિસ્થિતિઓ જોતા તેમને સમજાયું કે અંગ્રેજો દેશ માટે ખતરારૂપ છે, તેમણે અસહયોગ આંદોલન,ખિલાફત આંદોલન, અને ચંપારણ સત્યાગ્રહ માં સક્રિય ભાગ લીધો હતો. તેઓએ ‘’માતૃ-ભૂમિ” નામે પત્રિકા બહાર પાડીને સ્વતંત્રતા ના સુર ને બુલંદ કરેલો, તેમણે વાર-વાર જેલમાં જવું પડેલું તેમણે સ્વતંત્રતા માટેની લડાઈમાં આપેલા બલીદાન ના સન્માન માં ‘પટ્ટણા’ (બિહાર)માં કુલ 2 વિશ્વ વિદ્યાલયો ના નામ તેમના નામ પર રાખવામાં આવેલા છે

12-મોલાના મહમુદ અલ-હસન

આ સ્વતંત્રતા સેનાની સ્પષ્ટ નું માનવું હતું કે યુદ્ધ કર્યા વિના અંગ્રેજોને ભગાડવા અશક્ય છે, તેઓએ એ સમયે “”ફતવો” બહાર પાડેલો કે “અંગ્રેજો આપણા દુશ્મન છે,માટે તેમને સાથ આપવો “હરામ”છે માટે ભારતીય મુસ્લિમો ની ફરજ બને છે કે એક-સંપ કરીને અંગ્રેજો સામે બહાદુરી પૂર્વક લડો, તેમની આ ક્રાંતિકારી વિચારધારા માટે તેમને “”શેખ-ઉલ-હિંદ”” ના ખિતાબ થી નવાજવામાં આવેલા.

13-તુર્રેબાજ ખાન

આ સ્વતંત્રતા સેનાનીએ અંગ્રેજો વિરુદ્ધ લડાઈ ચાલુ રાખેલી અને તેમની અંગ્રેજોએ ધરપકડ કરેલી અને જેલમાં મોકલેલા જેલ તોડીને ભાગવાના  પ્રયાસ દરમ્યાન અંગ્રેજોના ગોળીબારમાં તેમનું મૃત્યુ થયું હતું અને અંગ્રેજો એ દમનકારી રૂપે તેમની લાશને ‘ફાંસી’’ આપેલી તુર્રેબાજ ખાન ના અમુલ્ય સાહસ ના સન્માનમાં સ્વતંત્ર ભારત સરકારે ‘હેદ્રાબાદ’ ના એક રોડ નું નામ તેમના નામ પર “”તુર્રેબાજ ખાન રોડ”” રાખેલું છે

14- ઈ.સ.1857 ની કરુણાંતિકા માં મુસ્લિમો

ઈ.સ.1857 સ્વતંત્રતા સંગ્રામ માં મુસ્લિમો પર દમન : ઈ.સ.1857 ના સ્વતંત્રતા સંગ્રામમાં ‘’મોલાના’’ઓની સક્રિય ભૂમિકાની અંગ્રેજોએ બહુજ ગંભીર નોધ લીધી હતી, આ વિષયમાં હકીકત તપાસતા માલુમ પડે છે કે ‘’અંગ્રેજ લેફટીનેન્ટ હોટ્સન’’ ને એક ટેલીગ્રામ સંદેશા દ્વારા જણાવવામાં આવે છે કે આ વિદ્રોહ માં મુખત્વે મુસ્લિમો સામેલ હોઈ માટે દાઢી/ટોપી ધારી મુસ્લિમોને જુઓ કે તરતજ કોઇપણ જાતનો કેશ કર્યા વિના સીધે-સીધા ‘ફાંસી’ પર લટકાવીદો, આ ટેલીગ્રામ સંદેશ બાદ અંગ્રેજોએ સેંકડો મુસ્લિમોને ‘ફાંસી’ પર લટકાવેલા, એ સમયના એક અંગ્રેજ કર્નલ ‘નિલ’ પોતાના પુસ્તકમાં જણાવે છે કે ‘’મને એ વાતનો ગર્વ છે કે મેં સેંકડો મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓને કેશ કર્યા વિના ફાંસી પર લટકાવી દીધા છે’’

15-બદરુદ્દીન તેયબજી

આ સ્વતંત્રતા સેનાની વકીલ, અને રાજનેતા હતા તેઓ ‘બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના’ પ્રથમ ભારતીય બેરિસ્ટર પણ હતા.ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેઓની ભૂમિકા મહત્વની હતી, આ ઉપરાંત તેઓ ‘’મહાત્મા ગાંધીજી’’ ના સહયોગી હતા અને તેઓએ વડોદરા રાજ્યના મુખ્ય ન્યાયાધીસ તરીકે પણ કાર્ય કરેલું  

16-સર સય્યદ અહેમદ ખાન

જન્મ તા.17/10/1817 આ સ્વતંત્રતા સેનાની ભારતીય શિક્ષક, અને નેતા હતા તેઓ મુસ્લિમો માટે આધુનિક શિક્ષણ ના હિમાયતી હતા તેમણે “અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી”” ની સ્થાપના કરેલી તેઓ એ સમયના વધુ પ્રભાવશાળી નેતા પણ હતા ઈ.સ.1857 ના સ્વતંત્રતા સંગ્રામ માં અંગ્રેજોનો  દમન તેમણે જોયેલો હતો કારણકે આ સંગ્રામ માં તેઓનું ઘર તબાહ થયું હતું અને તેમના ‘માતા’ એ એક તબેલામાં શરણ લીધું હતું આ બધું જોઈ તેઓ બહુ વિચલિત થયા હતા, અને ક્રમશ અંગ્રેજો વિરુદ્ધ સ્વતંત્રતા સંગ્રામ માં મહત્વની ભૂમિકા નિભાવેલી.

17-મોહમ્મદ અબ્દુર રહેમાન

આ સ્વતંત્રતા સેનાનીએ તેમનું શિક્ષણ અધવચ્ચે માત્ર એટલા માટે મૂકી દીઘું હતું કે તેમને પહેલા દેશને આઝાદ કરાવવો જરૂરી લાગતો હતો તેમણે ‘અલ-અમીર” નામનું અખબાર ચલાવીને સ્વતંત્રતા ચળવળ ને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું અને વાર-વાર તેમને જેલ માં જવું પડેલું.

18-) મોલાના મોહમ્મદ બાકીર

આ સ્વતંત્રતા સેનાની એ બહાદુરીથી અંગ્રેજો સામે લડાઈ લડી હતી અને અંગ્રેજોને ધૂળ ચટાવી અંગ્રેજો ની ઊંધ હરામ કરેલી છેલ્લે તેઓ અંગ્રેજોના હાથમાં આવતા અંગ્રેજોએ બેરહેમી પૂર્વક તેમને તોપ સાથે બાંધીને ઉડાડી દીધા હતા અને તેઓ દેશ માટે શહીદ થયા હતા

19-વેક્કોમ મજીદ

આ સ્વતંત્રતા સેનાની સ્કુલના દિવસો  દરમિયાન  જ “”ભારત છોડો” આંદોલન માં સામેલ થયા હતા અને અવાર-નવાર અંગ્રેજો તેમને જેલમાં મોકલી દેતા હતા તેમના આ બલીદાન અને યોગદાન ને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર ભારત સરકાર દ્વારા ઈ.સ. 1972 માં તેમને તામ્ર-પત્ર થી સન્માનિત કરવામાં આવ્યા હતા

20-બેરિસ્ટર આશફ અલી 

આ સ્વતંત્રતા સેનાની જે કોઇપણ ક્રાંતિકારીઓ પર અંગ્રેજો કેશ કરતા તેમના કેશ લડીને તેમને છોડાવવાનું કાર્ય કરતા  ‘’શહીદ ભગત સિંઘ”” નો કેશ પણ તેઓ જ લડતા હતા અહી ’શહીદ ભગત સિંઘ’ ના કેશ દરમિયાન મહત્વપૂર્ણ સવાલ-જવાબ નોધાયેલા છે જે નીચે પ્રમાણે છે

અંગ્રેજ જજ (ભગત સિંઘ ને) મુસ્લિમોએ તમારા પર 800 વર્ષો સુધી રાજ કર્યું ત્યારે તમોએ ક્યારેય પણ તેમના પર બોમ્બ નથી ફેક્યો અમો અંગ્રેજો ને ભારત આવ્યે હજુ 150 વર્ષ થયા અને તમે અમારી અસેમ્બ્લી પર બોમ્બ ફેક્યો???? શું? કામ?

ભગત સિંઘ હસીને(અંગ્રેજ જજ ને) અમે ફેકેલા બોમ્બમાં કોઈ છરા કે કેમિકલ નહોતું અમારો ઈરાદો તમોને મારવાનો નહોતો, પણ બહેરા લોકોને સંભળાવવા એક ધડાકો કરવો અતિ જરૂરી હતો, મુસ્લિમોએ અહી એવું રાજ કર્યું કે આ દેશનું નામ “”સોને કી ચીડિયા’’ બની ગયું પઠાણો અને મોગલોએ આ ભૂમિને જ પોતાનું ઘર બનાવ્યુ હતું અહી જે મેળવ્યું તે અહી જ ખર્ચ કર્યું અને અહીની માટીમાં જ દફન થયા છે, જયારે તમે આ ‘’સોને કી ચીડિયા’’ ને લુટવાની  લાલચમાં સાત-સ્મુન્દ્ર પાર અહી આવ્યા છો, ‘’શહીદ ભગત સિંઘ” વાસ્તવમાં બહાદૂર હતા તેમને કરેલો ગુનો તેઓએ કબુલ્યો હતો, અને હસતાંહસતાં ‘ફાંસી’ પર લટકીને શહીદ થયા હતા

21-ડૉ.મુખ્તાર અહેમદ અન્સારી

આ સ્વતંત્રતા સેનાની ‘’જામિયા-મિલિયા-ઇસ્લામિયા’’ ના સ્થાપક સભ્યો માં ના એક હતા તેઓએ ‘’મદ્રાસ મેડીકલ કોલેજ’’ થી ચિકિત્સા ની ડીગ્રી મેળવી હતી બાદમાં તેઓએ M.D. અને M.S. ની ડીગ્રી પણ પ્રાપ્ત કરેલી તેઓ મહાત્મા ગાંધીજી ના નજીકના મિત્ર અને મોહમ્મદ અલી જીણા ના વિરોધી હતા

22-મોલાના અબ્દુલ મજીદ દરીયાબાદી

આ સ્વતંત્રતા સેનાનીએ  ઈ.સ.1912 માં કેનિંગ કોલેજ લખનઉ ખાતેથી B.A. કરેલું તેઓ પ્રસિદ્ધ લેખક અને કુરાને શરીફ ના અનુવાદ નું કાર્ય પણ કરતા “ખિલાફત આંદોલન’’માં તેઓ સક્રિય રીતે જોડાયેલા રહ્યા હતા.

23-અશફાકઉલ્લાહ ખાન

જન્મ તા.22/10/1900 આ સ્વતંત્રતા સેનાની નીડર અને બહાદૂર હતા તેમને ‘’કાકોરી-કાંડ’’ ના કેશ માં ફાંસી ની સજા સંભળાવવામાં આવેલી તેઓ એક સારા શાયર પણ હતા ફાંસી પહેલા તેમને લખેલી દેશપ્રેમ રૂપી ગઝલ ની વાત કર્યા વિના સમગ વાત અધુરી ગણાય

‘’જાઉંગા  ખાલી  હાથ  મગર, યહ  દર્દ સાથ હી જાયેગા

‘’જાને કિસ દિન  ‘હિદુસ્તા’  આઝાદ  વતન  કહેલાયેગા

“બિસ્મિલ” હિદુ હે  કહેતે  હે  ફિર  આઉંગા  ફિર આઉંગા

‘’લે નયા જનમ ‘એ ભારત માં’ તુજકો આઝાદ  કરાઉંગા

‘’જી કરતા હે મેં ભી કેહદુ પર મઝહબ  સે બંધ  જાતા હું

‘’મેં મુસલમાંન હું પુનર્જન્મ કી બાત  નહી   કેહ પાતા હું

‘’હા,ખુદા અગર મિલ ગયા કહીં અપની ‘જોલી’ ફેલાદુંગા

ઓર જન્નત કે બદલે ઉસસે એક નયા જનમ  હી માંગુગા

‘’’જિંદગી વાદ-એ-ફના તુજકો મિલેગી “હસરત’’

‘’’તેરા જીના   તેરે  મરને  કી  બદોલત  હોગા’’

24-મોલાના શોકત અલી જોહર

આ સ્વતંત્રતા સેનાની મુહમ્મદ અલી જોહર ના ભાઈ હતા તેમના ભાઈને અંગ્રેજોએ જેલમાં મોકલતા તેઓએ ઉર્દુ સાપ્તાહિક “હમદર્દ’’ અને અંગ્રેજી સાપ્તાહિક “”comrade” પ્રકાશિત કરેલા તેમની આવી કામગીરી ના કારણે અંગ્રેજોએ તેમને પણ જેલમાં મોકલેલા.આ ઉપરાંત તેઓએ ‘’ખિલાફત આંદોલન’’ અને ‘’અસહયોગ આંદોલન’’ માં પણ ભાગ લીધો હતો તેમને ઈ.સ.1922 માં રાજકોટ જેલમાં મોકલેલા.

25-મોલાના મુહમ્મદ અલી જોહર

જન્મ તા.10/12/1878  આ સ્વતંત્રતા સેનાની પત્રકાર,વિદ્વાન, અને શાયર હતા, તેઓએ સ્વતંત્રતા સંગ્રામ માં સક્રિય ભૂમિકા નિભાવી હતી આ ઉપરાંત તેઓ ‘’જામિયા-મિલિયા-ઇસ્લામિયા’’ ના સ્થાપક સભ્યો માં ના એક હતા તેમના બલીદાન અને યોગદાન ના સન્માન માં ‘રામપુર’ ખાતે તેમના નામ પરથી “”મોહમ્મદ અલી જોહર વિશ્વ વિધાલય’’  આવેલું છે

26-સય્યદ મુહમ્મદ શર્ફુંદ્દીન

આ સ્વતંત્રતા સેનાની ‘’યુનાની ડોક્ટર’’ હતા તેઓએ ‘’નમક સત્યાગ્રહ’’ માં મહાત્મા ગાંધીજી સાથે ભાગ લીધો હતો અને ગાંધીજી સાથે તેઓ પણ જેલમાં મોકલવામાં આવ્યા હતા તેઓના યોગદાન ના સન્માનમાં  તેમને વર્ષ 2007 માં સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ દ્વારા ‘’પદ્મ ભૂષણ’’ થી થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

27-ખાન અબ્દુલ ગફ્ફાર ખાન

આ સ્વતંત્રતા સેનાની ‘સીમાપ્રાંત’ અને ‘બલુચિસ્તાન’ ના એક મહાન નેતા હતા તેઓ ગાંધીજી ના અહિંસક આંદોલન ના સમર્થક હતા અને ગાંધીજી દ્વારા કરવામાં આવેલા દરેક આંદોલન માં સામેલ હતા તેમને સરહદો ના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓએ ‘’ખુદાઈ ખિદમતગાર’’ નામે એક સંગઠન બનાવ્યું હતું તેમને સ્વતંત્ર ભારત સરકાર દ્વારા ‘’ભારત-રત્ન’’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

28-સય્યદ હસરત મોહાની

જન્મ તા.14/10/1878 આ સ્વતંત્રતા સેનાની ઉર્દુ ભાષાના શાયર, પત્રકાર, અને ઇસ્લામી વિદ્વાન હતા તેઓ એ એક પત્રિકા પ્રકાશિત કરીને સ્વતંત્રતા ચળવળ ને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું, આઝાદીની લડાઈનો મહત્વનો નારો ‘’ઇન્કલાબ જિંદાબાદ’’ તેમણે લખેલો આ ઉપરાંત તેઓ ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબ ના નજીકના મિત્ર હતા અને સ્વતંત્ર ભારતની સંવિધાન સભા ના મેમ્બર પણ હતા

29-ડૉ. અલ્લામાં ઇકબાલ

જન્મ તા.09/11/1877 આ સ્વતંત્રતા સેનાની એક લેખક અને વિખ્યાત ‘’શાયર’’ હતા તેમના દ્વારા લખાયેલી શાયરીઓ એ સ્વતંત્રતા ચળવળ ને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. આપણા રાષ્ટ્રીય ગીત ‘’’સારે જહાં સે અચ્છા હિદુસ્તા હમારા’’’ ના રચિયતા ડૉ, અલ્લામા ઇકબાલ હતા, તેમની આ રચના સ્વતંત્રતા સંગ્રામ માં અંગ્રેજો વિરુદ્ધ પ્રતિક બનેલી

30-અરુણા આશફ અલી

આ મહિલા સ્વતંત્રતા સેનાની રાજકીય કાર્યકર્તા,શિક્ષણશાસ્ત્રી, અને પ્રકાશક હતા, ઈ.સ. 1942 માં ‘’ભારત છોડો’’ આંદોલન દરમિયાન મુંબઈમાં અંગ્રેજો સામે તેમણે ત્રિરંગો ફરકાવેલો, આ ઉપરાંત તેઓ સ્વતંત્ર ભારતના દિલ્હીના પ્રથમ મેયર બન્યા હતા.

31-મોલાના અબુલ કલમ આઝાદ

જન્મ તા.11/11/1888  આ સ્વતંત્રતા સેનાની તેઓ એક પ્રસિદ્ધ મુસ્લિમ વિદ્વાન, કવી, લેખક, પત્રકાર હતા, તેઓએ એકતા માટે મહત્વ નું કાર્ય કરેલું તેઓ ભારતના ‘’ભાગલા’’ ના વિરોધી હતા, ‘’ખિલાફત આંદોલન’’ માં તેમની સક્રિય ભૂમિકા હતી, ઈ.સ.1923 માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌથી નાની વયના પ્રેસિડેન્ટ બન્યા હતા, આ ઉપરાંત તેઓ ઈ.સ.1952 માં રામપુર (યુ.પી.) થી સાંસદ બન્યા હતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ ‘’શિક્ષણ મંત્રી’’ બન્યા હતા અને તેઓને ‘’ભારત-રત્ન’’ થી સન્માનિત કરવામાં આવેલા

32-) ડૉ. ઝાકીરહુસેન

જન્મ તા.08/02/1897   આ સ્વતંત્રતા સેનાની અર્થશાસ્ત્રી, અને રાજકારણી હતા, આ ઉપરાંત તેઓ ‘’જામિયા-મિલિયા-ઇસ્લામિયા’’ ના સ્થાપક સભ્યો પેકી એક સભ્ય હતા અને ઈ.સ.1928 થી તેઓ ‘’જામિયા-મિલિયા-ઇસ્લામિયા’’ના વાઈસ ચાન્સલર પણ હતા, સ્વતંત્ર ભારતના ત્રીજા ‘’રાષ્ટ્રપતિ’’ તરીકે કાર્યકાળ સંભાળેલો આ ઉપરાંત ઈ.સ.1963 માં ‘’ભારત-રત્ન’’ થી સન્માનિત કરવામાં આવેલા

”વિશેષ”

આ સત્ય હકીકતો ઉપરાંત હજારો સ્વતન્ત્રતા સેનાનીઓએ આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો, શહીદ થયા હતા, દેશમાટે પોતાનું બધું ન્યોચ્છાવર કરેલું  આ ઉપરાંત સ્વતંત્રતા માટેની ચળવળમાં પ્રસિદ્ધ નારો “”ભારત છોડો”” યુસુફ મહેર અલી દ્વારા આપવામાં આવેલ ‘’ઇન્કલાબ જિંદાબાદ’’ નો નારો હસરત મોહાની એ આપેલો ‘’જયહિંદ’’ નો નારો આસિફ અલી દ્વારા આપવામાં આવેલો  ‘’સારે જહાં સે અચ્છા ના રચિયતા ડૉ.અલ્લામાં ઇકબાલ હતા આજે આપણો રાષ્ટ્રીય ધ્વજ “”ત્રિરંગો’’  ની ડીઝાઇન ‘સુરેય્યા તેયબજી’’ દ્વારા તેયાર કરવામાં આવેલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *