MUGHAL 01 ”BABUR”

ભારતમાં મોગલ વંશ ની સ્થાપના કરનાર બાદશાહ એટલે ‘જહિરુંદ્દીન’  “”બાબર””

ઈ.સ.૧૪૮૩ ની ફેબ્રુઆરી ની ૧૪ મી તારીખે અફઘાનિસ્તાન ની ફરગના ઘાટીમાં  પિતા “ઉમર શેખ મિર્જા” અને માતા “કુતલુગ નીગાર ખાનમ” ના ઘેર ”બાબર”નો જન્મ થયો હતો  ”બાબર” નું નામ “જ્હીરુદીન” હતું પરંતુ યુદ્ધ કોશલ અને અનેક યુદ્ધ-વિજેતા હોવાના કારણે તે “બાબર” નામથી પ્રખ્યાત બનેલો, ભારતમાં મોગલ શાસન નો પાયો પણ ”બાબરે” નાખ્યો હતો

                        ”બાબર” “તેમુર-લંગ” નો વંસજ હતો અને ‘’ચંગેજખાન’’ પણ તેઓના વંશના પૂર્વજ હતા,  “બાબરે” ઈ.સ.૧૫૦૪ માં “કાબુલ” (અફગાનિસ્તાન) તથા ઈ.સ.૧૫૨૬ માં ‘કંધાર’ (અફગાનિસ્તાન) જીતી લીધા હતા આ ભવ્ય વિજય ના કારણે “”બાબર”” ના નામની    તેને પદવી મળી હતી,ઈ.સ.૧૫૧૯ થી ઈ.સ.૧૫૨૬ દરમ્યાન ભારત પર “બાબરે” ૫ વખત ધેરો નાખેલો હતો અને ઈ.સ.૧૫૨૬ ની ૨૧ મી એપ્રિલે “”પાનીપત”” ના યુધ્ધમાં દિલ્હી સલ્તનત ના અંતિમ સુલતાન “ઈબ્રાહીમ લોધી”  ને હરાવીને ‘બાબરે’ ભારતમાં “મોગલ’ શાસનની શરૂઆત કરેલી અને ક્રમશ બીજા રાજ્યોને હરાવીને પોતાના સમ્રાજ્ય નો વિસ્તાર કરેલો, ‘બાબર’ સાહિત્ય માં પણ ઘણી રૂચી રાખતો હતો “મુબઈયાન” નામની ‘પધ-શેલી’ ના જનક પણ ‘બાબર’ હતો અને પોતાના જીવન દરમ્યાન ના પ્રસંગો અંગે “”બાબર-નામાં” નામનું પુસ્તક પણ લખેલું

                          ‘બાબરે’ પોતાના ‘સલ્તનત’ કાળમાં વિવિધ યુધ્ધો લડેલા અને ભવ્ય વિજય પણ મેળવેલા તેણે લડેલા યુધ્ધમાં “પાણીપત’ નું પ્રથમ યુદ્ધ ( આ યુદ્ધ ભારતના ઇતિહાસમાં ઘણું મહત્વ ધરાવે છે આ યુદ્ધ બાદ ભારતમાં મોગલ સલ્તનત વિકસી હતી) ‘પાનીપત’ યુદ્ધ ઈ.સ.૧૫૨૬ ની એપ્રિલ મહિનાની ૨૧ તારીખે થયું હતું આ યુધ્ધમાં “બાબરે”  દિલ્હીના એ સમયના સુલતાન “ઈબ્રાહીમ-લોધી” ને હરાવેલ આમ ભારતની ભૂમિ પર “બાબરે”  પ્રથમ વિજય મેળવ્યો હતો

”બાબર” દ્વારા લડવામાં આવેલા યુધ્ધો માં “”ખાનવા નું યુદ્ધ””  આ યુદ્ધ ‘રજપૂત’  “રાણા-સાંગા” અને “બાબર” વચ્ચે લડાયું હતું આ યુધ્ધમાં “રાણા-સાંગા” સાથે ‘મેવાત’ના સુલતાન “રાજા હસન ખાન”,, “ઈબ્રાહીમ-લોધી”ના ભાઈ “મેહમુદ-લોધી” અને ક્રમશ “મારવાડ’, ’અંબર’ , ‘ગ્વાલિયર’ , ‘અજમેર’ ‘બસીન’ અને ‘ચંદેરી’ ના સેનીકો ‘’રજપૂત” “રાણા-સાંગા” તરફે યુધ્ધમાં હતા, આ યુદ્ધ ની વાસ્તવિક સ્થિતિ એ હતી કે ‘રજપૂત’ “રાણા-સાંગા” તરફના સેનીકોની સંખ્યા કરતા “બાબર” ના સેનીકોની સંખ્યા અડધા કરતા પણ ઓછી હતી, અને આ યુધ્ધમાં ‘’રાણા-સાંગા” નો વિજય નિશ્ચિત જણાતો હતો, આમ છતાં “બાબર” ની ચતુર યુદ્ધનિતી, અને સેનીકોની સુજ-બુજ ના કારણે “ખાનવા” ના યુધ્ધમાં “રાણા-સાંગા” નો પરાજય અને “બાબર” નો જ્વલંત વિજય થયો હતો અને “બાબર”નું સમ્રાજ્ય અને તાકાત વધ્યા હતા.     “ચંદેરી નું યુદ્ધ”  “ખાનવા” ના યુધ્ધમાં ‘ચંદેરી’ ના રાજાએ “રાણા-સાંગા” ને સાથ આપતા “બાબરે”  ‘ચંદેરી’ પર ચઢાંઈ કરી અને માત્ર એક કલાક માં જ ‘ચંદેરી’ પર વિજય મેળવ્યો હતો “ધાધરાનું યુદ્ધ” ઈ.સ.૧૫૨૯ ની જાન્યુઆરીમાં “બાબર’ અને  મેહમુદ લોધી (ઈબ્રાહીમ-લોધી નો ભાઈ) વચ્ચે લડાયું હતું અને આ યુધ્ધમાં પણ “બાબર” નો જ્વલંત વિજય થયો હતો

મોગલ બાદશાહ ‘બાબર’ દ્વારા અનેક એતિહાસિક સ્મારકો પણ બંધાવવામાં આવેલા છે,તેમના દ્વારા બંધાવવામાં આવેલા સ્મારકો ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે

”બાગ-એ-બાબર” આ બગીચો બાબર દ્વારા અફઘાનિસ્તાન સ્થિત કબુલ શહેરમાં નિર્માણ કરવામાં આવેલ ”બાબર”ને બાગ-બગીચાઓ સ્મારકો બંધાવવાનો શોખ હતો તેણે તેના શાસન દરમિયાન કુલ 10 બાગ-બગીચાઓ તથા વિવિધ સ્મારકો બંધાવેલા આ બાબત તેના જીવન અંગેના પુસ્તક ”બાબર નામાં’ માં અંકિત છે

   એમ કહેવાઈ છે કે “બાબર” નો પુત્ર “હુમાયુ” બીમાર પડતા “બાબરે” ઈશ્વર પાસે “હુમાયુ” સ્વસ્થ થાય અને “હુમાયુ” ની બીમારી પોતાને મળે અને પોતાનું સ્વાસ્થ્ય “હુમાયુ” ને મળે એવી દુઆ કરેલી અને કાળ-ક્રમે “હુમાયુ” સ્વસ્થ થતો ગયો અને “બાબર” બીમાર થતો ગયો અને ઈ.સ.૧૫૩૦ ની ડીસેમ્બરની ૨૬ મી તારીખે “બાબર” નું બીમારી સબબ મૃત્યુ થયું “બાબર” ને પ્રથમ “આગ્રા” અને ત્યાર બાદ પોતાની જન્મ ભૂમિ અફગાનિસ્તાન સ્થિત “કાબુલ” શહેરમાં પોતાના દ્વારા નિર્મિત ”બાગ-એ-બાબર’ ખાતે દફનાવવામાં આવેલો ભારતમાં “મોગલ’ શાસન ની સ્થાપના “બાબર” દ્વારા થયેલી હતી        

‘બાગ-એ-બાબર’

અફગાનિસ્તાનના શહેર કાબુલ ખાતે આવેલ ”બાગ-એ-બાબર” એક સુંદર અને નયનરમ્ય બાગ અને એક દ્ફ્ન્ગાહ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *