
મોગલ બાદશાહ નસિરૂદ્દીન મુહમ્મદ ‘’હુમાયુ’’
ઈ.સ.1508 ના માર્ચ ની 17 મી તારીખે મોગલ બાદશાહ ‘’બાબર’’ ના મહેલમાં ‘’હુમાયું’’ નો જન્મ થયો હતો, એતિહાસિક દસ્તાવેજો પ્રમાણે ‘’હુમાયુ’’ નું આખું નામ : ‘’અલ-સુલતાનું’લ-આઝમ-વલ ખકાનુ’લમુકર્ર્મ-જામ-ઈ-સલ્તનત-ઈ-હકીકી વ મજાઝી સેયય્દુલસલાતીન, અબુ’લ મુજફ્ફર નસીરુદ્દીન મુહમ્મદ હુમાંયું, પાદશાહ ગાજી જીલ્લુલ્લાહ હતું, ‘’હુમાયું’’ બહાદુર,નીડર, અને દુરંદેશી દ્રષ્ટિ ના માલિક હતા,

ભારતમાં ‘’હુમાયું’’ એ તેના પિતા દ્વારા મળેલી સલ્તનત અને ભવ્ય વારસો ઈ.સ.૧૫૩૦ માં સંભાળેલો, હુમાયુએ જયારે શાસન ની બાગ-ડોર સંભાળેલી ત્યારે તેની ઉમર માત્ર ૨૨ વર્ષ હતી શાસન ના શરૂઆતના સમયમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો,

વાસ્તવમાં ‘હુમાયું’’એ ભારતમાં બે અલગ-અલગ સમય દરમિયાન શાસન કરેલું
પ્રથમ શાસનકાળ: ઈ.સ.1530 ની ડીસેમ્બરની 26 તારીખથી ઈ.સ.15૩0 ના મેં મહીના ની 17 તારીખ સુધી શાસન કરેલું બીજો શાસનકાળ: ઈ.સ.1555 ની ફેબ્રુઆરી ની 22 તારીખથી ઈ.સ.1556 ના જાન્યુઆરી મહિનાની 27 તારીખ સુધી શાસન કરેલું
‘’બાબર’’ના અવસાન બાદ પોતાને મળેલી સલ્તનત સામે બે જોખમી દુશ્મનો હતા જેમાં 1, ગુજરાતના સુલતાન બહાદુરશાહ અને 2, બિહારના એ સમયના શાસક ‘’શેરસાહ સૂરી’’ આ બન્ને પેકી ગુજરાતના સુલતાન બહાદૂરશાહ સામે ‘’હુમાયું’’ ને સફળતા મળી અને પરિણામ સ્વરૂપ ગુજરાત,માળવા,ચાંપાનેર, અને ત્યારબાદ માંડું વગેરે ‘’હુમાયું’’ના અંકુશમાં આવેલા, આ ગુજરાત તરફના યુધ્ધના સમયે ‘’હુમાયું’’ ના દુશ્મન એવા ‘’શેરસાહ સૂરી’એ આગ્રા કબજે કરવા તેયારી કરેલી આ વાતની જાણ ‘’હુમાયું’’ ને થતા તે ગુજરાત તરફથી પોતાનું લશ્કર લઈને આગ્રા પરત ફરેલો તેના આ નિર્ણય ને કારણે ‘’ગુજરાતમાં’’ ફરીથી સુલતાન ‘’બહાદૂર શાહ’’ દ્વારા પોતાનું શાસન સ્થપાયેલ જયારે બીજી બાજુ શેરસાહ સૂરી એ હુમાયું સામે યુદ્ધ લડવા નિર્ણય કરેલો અને ઈ.સ.1540 ના મેં મહિનાની 17 મી તારીખે આગ્રા થી 150 માઈલ દુર કન્નોજ ખાતે ‘’હુમાયું’’ અને ‘’શેરસાહ સૂરી’’ વચ્ચે યુદ્ધ થયું આ યુધ્ધમાં ‘’હુમાયું’’ દ્વારા કેટલીક ખામીઓ રહેલી હોવાથી આ યુદ્ધ ‘’હુમાયું’’ હારી ગયેલો અને ક્રમશ તેને ભાગવું પડેલું પ્રથમ લાહોર, ત્યાંથી સિંધ જવું પડ્યું હતું, સિંધના અમીર હુસેને ‘’હુમાયું’’ને શરણ આપેલું ત્યારબાદ ‘ઈરાન’ ના સુલતાને ”હુમાયું” ને શરણ આપી અને ‘હુમાયું’ ની કાબેલિયત પ્રમાણે ”હોદો’ પણ આપેલ અને ક્રમશ ‘હુમાયું’ ફરીથી મજબુત બનેલ

સિંધમાં ‘’હુમાયું’’ એ ‘’હમીદા બાનો’’ સાથે નિકાહ કર્યા અને પોતાનું હારેલું સમ્રાજ્ય પરત મેળવવા માટેના ઈરાદા સાથે સેન્ય દળ વધારવા કોશીસો ચાલુ કરેલી અને ઈ.સ.1542 માં શેરસાહ સાથે યુદ્ધ કરવાના નિર્ણય સાથે પ્રયાણ કરેલું પરંતુ પૂરતા સેનીકો અને લશ્કર નહી હોવાથી તેને બહુજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડેલો આ સમય દરમિયાન સિંધ ના અમીરે જોધપુર ના માલદેવ ની હત્યા કરેલી આ કારણોસર ત્યાના સ્થાનિક રાજાએ ‘’હુમાયું’’ સાથે મળીને બદલો લેવા ‘’હુમાયું’ ને રણમાં વહેતી મીઠી વિરડી પાસેના ‘’અમરકોટ’’ માં મળવા બોલાવેલ અને ”હુમાયું’એ ત્યાં રોકાણ કરેલું અને ત્યાં ઈ.સ.1542 ના નવેમ્બર મહિનાની ૨૩ મી તારીખે ‘’હુમાયું’ ની પત્ની ‘’હમીદાબાનો’’ બેગમે એક પુત્રને જન્મ આપ્યો આ પુત્ર એટલે મોગલ શાસક ‘’મહાન અકબર’’

ક્રમશ ‘હુમાયું’ ને એક જગ્યાએ થી બીજી જગ્યાએ ભટકતું જીવન જીવવું પડ્યું અને આખરે તેને (ઈરાન) પર્શિયા ના શાહ ના દરબારમાં આશ્રય મળ્યો, મદદ મળી હોદો મળ્યો, અને ‘’હુમાયું’ એ પ્રથમ અફઘાનિસ્તાન સ્થિત ‘’કંધાર’’ જીતી લીધું અને શાસન શરુ કર્યું ત્યારબાદ ‘’કાબુલ’’ જીતી લીધું, ‘’હુમાયું’’ એ ‘બેરમખાન’ ના કુશળ નેતૃત્વ હેઠળ એક લશ્કર ત્યાર કર્યું હતું અને ઈ.સ.1555 ના જુલાઈ મહિનાની ૨૩ મી તારીખે ‘’હુમાયું’’ એ ફરીથી ભારતમાં પોતાનું શાસન શરુ કર્યું હતું અને આ શાસન દરમિયાન ગુજરાતમાં તેના નીચે પ્રમાણે સેનાપતિઓ નીમાયેલા હતા

1 અહેમદાબાદમાં ‘’મિર્જા અસ્કુરી
2 પાટણમાં ‘’યાજર નાશીર
3 ભરૂચમાં ‘’કાસીમ હુસેન સુલતાન
4 વડોદરામાં ‘’જાહિદ બેગ’’
5 ચાંપાનેર માં ‘’તારડી બેગ ખાન’’

‘’હુમાયું’’ એ ‘દિન-પનાહ’’ નામે એક શહેર વસાવ્યું હતું આ શહેર એક કિલ્લાની અંદર વસાવેલું આ કિલ્લાને આજે આપણે ‘પુરાના કિલ્લા’ તરીકે જાણીએ છીએ, ‘હુમાયું’ ને ‘અવકાશ-શાસ્ત્ર’ માં રૂચી હતી તેણે તેના શાસનકાળ દરમિયાન ‘નિરીક્ષણ-ગૃહો’ પણ બંધાવ્યા હતા ‘’હુમાયું’’ ના જીવન પર આધારિત પુસ્તક તમના બ્હેન ‘’ગુલબદન બેગમ’’ દ્વારા લખવામાં આવેલું

‘’હુમાયું’’ ની હમેશને માટેની એક માન્યતા હતી કે જયારે પણ તે ‘’મસ્જીદ’’ માં થતી અઝાન નો અવાજ સાંભળે કે તરતજ ‘ઈશ્વર’ સમક્ષ ઘુટણથી નમીને આદર વ્યક્ત કરતો. ઈ.સ.1556 ની જાન્યુઆરી ની 27 મી તારીખે ‘’હુમાયું’ પોતા દ્વારા વસાવેલા શહેર ‘’દિન-પનાહ’’ ખાતેની એક ‘’લાઈબ્રેરી’ ના પગથીયા ઉતરતા હતા અને એ સમયે મસ્જીદ માંથી અઝાન નો અવાજ સાંભળતા નિત્ય કર્મ મુજબ આદર વ્યક્ત કરવા નીચે નમવા જતા અકસ્માતે પડી જતા તે નીચે પટકાયેલ અને તેનું અવશાન થયેલું ‘’હુમાયું’ ના મૃત્યુ બાદ ‘’હુમાયું’ને પ્રથમ પોતાના દ્વારા નિર્મિત શહેર ‘’દિન-પનાહ’ (પુરાના કિલ્લા) ખાતે દફનાવવામાં આવેલ પરંતુ ઈ.સ.1556માં ‘’આદીલ શાહ’’ સુરીના મુખ્ય સેનાપતિના હુમલા ના કારણે ‘’હુમાયું’’ને પંજાબ ના ‘સરહિન્દ’ ખાતેના એક કાયમી મકબરામાં દફન કરવામાં આવેલ ત્યારબાદ ”હુમાયુ” ને તેના પુત્ર અને ઉતરાધિકારી એવા ”મહાન-અકબરે” ત્યારબાદ ઈ.સ.૧૫૭૧ માં આજના ”હુમાયુ” ના મકબરો બનતા ત્યાં દફનાવેલ

