MUGHAL 03 ‘GREAT-AKBAR’

જલાલુદ્દીન મુહમ્મદ અકબર

‘’જલાલુદ્દીન મુહમ્મદ અકબર’’ નો જન્મ ઈ.સ.૧૫૪૨ ઓક્ટોમ્બર ની ૧૫મિ તારીખે થયો હતો ‘મહાન અકબર’ ‘મોગલ’ સામ્રાજ્યનો ત્રીજો અને સોથી મહાન, વિશ્વ પ્રસિદ્ધ શહેનશાહ હતો ‘મહાન અકબર’ નો શાસનકાળ ઈ.સ.૧૫૫૬ થી ઈ.સ.૧૬૦૫ સુધી રહ્યો હતો

ઈ.સ.૧૫૪૦ માં  ‘કનોજ’ ના યુધ્ધમાં ‘શેરસાહ સૂરી’ સામે ‘હુમાયુ’ નો પરાજય થતા ‘હુમાયુ’ને ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડેલી એ દરમિયાન ઈ.સ.૧૫૪૨ ઓક્ટોમ્બર ની ૧૫મિ તારીખે તેમના ઘેર એક બાળક નો જન્મ થયો, આ બાળકનું નામ પ્રથમ‘’બદરુદ્દીન’’ રાખવામાં આવેલું પરંતુ ‘’હુમાયુ’’ એ તેનું નામ બદલીને ‘’જલાલુંદ્દીન-મુહમ્મદ-અકબર’’ રાખેલું, આ બાળક  ‘’જલાલુંદ્દીન-મુહમ્મદ-અકબર’’ નું બાળપણ તેના ‘કાકા’ની દેખરેખમાં પસાર થયું હતું

‘મહાન અકબરે’ અનેક લશ્કરી વિજયો મેળવી મોટાભાગના દેશને સંગઠીત કરેલો હતો, ‘મહાન અકબરે’ રાજકીય,વહીવટી,આર્થિક, અને ધાર્મિક સહીસ્ણુંતા અને એકતામાં સોથી મહત્વનું કાર્ય કરેલું, ઈ.સ.૧૫૫૬ જાન્યુઆરી ની ૨૬મી ના રોજ પોતાના પિતા ‘હુમાયુ’’ નું અવસાન થતા માત્ર 14 વર્ષ ની આયુમાં ‘’મહાન અકબર’’ રાજ્યાભિષેક થયો હતો અન્ય ‘મધ્યયુગીન’ શાસકોનીજેમ ‘મહાન અકબર’ પણ એક  સામ્રાજ્યવાદી હતો. અને તેને પોતાનુ રાજ્ય ઉત્તરે ‘અફઘાનિસ્તાન’ ‘કાશ્મીર’ની દક્ષિણે ‘મૈસુર’ સુધી તથા પશ્ચિમે ‘ગુજરાત’ની પુર્વમાં ‘બંગાળ’ સુધી ફેલાવવાની મહત્વાકાંક્ષા હતી. આ આશયથી અકબરે ૧૫૬૨ થી ૧૬૦૫ સુધીમાં અનેક લડાઈઓ કરી અને તેમા મોટાભાગની જીતો મેળવીને ભારતભરમા પોતાના સમ્રાજ્યનો વિસ્તાર કર્યો તથા ભારતને એકતા પણ આપી.

‘મહાન-અકબરે’ ૧૫૬૨ થી ૧૬૦૧ સુધીમા અનુક્રમે ‘માળવા’, ‘જબલપુર’ પાસેનુ ‘ગોંદવાના’, ‘રણથંભોર’,‘કાલિંજર’,‘ચિતોડ’ (મેવાડ), ‘જોધપુર’, ‘ગુજરાત’, ‘બંગાળ’, ‘કાબુલ’, ‘કાશ્મિર’, ‘સિંઘ’, ‘કટ્દહાર’, ‘અહમદનગર’ જીતી લીધા ‘મહાન  અકબરે’ ફક્ત ૯ દિવસમાં ૯૬૫ કિ.મી. ની મજલ કાપીને ‘ગુજરાત’ ના અંતિમ ‘સુલતાન’ ‘મુઝફ્ફ્રશાહ’ ત્રીજાને હરાવેલો,‘ગુજરાત’ માં તેની જીત થયેલી તેની યાદગીરી રૂપે તેણે આગ્રા થી 40 કી.મી. ના અંતરે એક નવું શહેર ”ફતેહ-પુર-સિક્રી” વસાવ્યું,ગુજરાત પર વિજય થી ‘મુઘલ સમ્રાજ્ય’ને ‘બંદર’નો લાભ મળતા તેના ’વ્યાપાર-વાણિજ્ય’’નો વિકાસ થયો. ’ઉત્તર’ અને ‘મધ્ય’ ‘ભારત’ ઉપર પોતાનો ઝંડો લેહરાવ્યા બાદ ‘મહાન અકબરે’ પોતાનું ધ્યાન ‘રાજપુતાના’ જીતવા પર  કેન્દ્રિત કર્યું તેણે ‘અજમેર’ અને ‘નાગોર’ તો પહેલાથી જ જીતી લીધા હતા આમ ઈ.સ.1561માં ‘મહાન અકબરે’ ‘રાજપુતાના’ જીતવાની સફરનો પ્રારંભ કર્યો મોટાભાગના ‘રાજપૂત’ રાજાઓએ તેની આણ નો સ્વીકાર કર્યો ‘’આંબેર’’ના રાજા ‘’ભારમલે’’ પોતાની પુત્રી ‘’જોધાબાઈ’’  ના ‘મહાન અકબર’’ સાથે લગ્ન કર્યા અને આ સાથે ‘મહાન અકબરે’ ‘હિન્દૂ’ ‘મુસ્લિમ’ ‘એકતા’નો પાયો નાખ્યો

‘મહાન અકબરે’ ઇ.સ 1567માં ‘ચિતૌડગઢ’ પર હુમલો કરીંને ‘ચિતૌડ’ જીતી લીધું  અને ‘મહારાણા’ ‘ઉદયસિંહ’ ને ‘મેવાડ’ની ઘાટીઓમાં છુપાઈને આશરો લેવો પડ્યો  ઈ.સ. 1576માં ‘મહાન અકબરે’ ‘ઉદયપુર’ પર ચડાઈ કરી ‘’હલ્દીઘાટી’’ ના મેદાનમાં ‘’મહારાણા પ્રતાપે’’ ‘મહાન અકબર’નો ‘’વીરતાપૂર્વક’’ સામનો કર્યો પરંતુ ‘મહાન અકબર’ની વિશાળ સેના સામે તેઓ ટકી શક્યા નહીં  આ યુદ્ધમાં ‘’મહારાણા પ્રતાપ’’નો પરાજય થયો હતો

‘મહાન અકબર’ માનતો હતો કે ‘’ભારત’’માં ‘’મુઘલ’ ‘સામ્રાજ્ય’ને સ્થિર કરવા તથા તેનો વિકાસ કરવા વિશાળ ‘’બહુમતી’’ ધારાવતી ‘’રાજપુત-હિંદુ’’ પ્રત્યે ઉદાર નિતિ અપનાવવી જરુરી હતી; આથી ‘મહાન અકબરે’’ ‘’રાજપુતો’’ સાથે લગ્ન સબંધો બાંધ્યા, રાજ્યમાં ઉંચા હોદ્દાઓ આપ્યા તથા તેમના પ્રત્ય્ર ધાર્મિક સહિષ્ણણુતાની નિતિ અપનાવી. આને પરિણામે ‘મહાન અકબર’’ને ‘’રાજપુતો’’ની સેવા પ્રાપ્ત થઈ

‘મહાન અકબરે’ ઘણાબધા નવા નિયમો ઘડેલા જેમાં ‘યાત્રાવેરો’ તથા ‘જજીયાવેરો’ નાબુદ કરાવ્યો,પોતાના રાજ્યમાં ‘’ગૌવધ’’ની મનાઈ ફરમાવી, ‘’મંદિરો’’ બાંધવાની છુટ આપી, ‘મહાન અકબરે’ તેના ‘સામ્રાજ્ય’ને ‘કેંદ્ર’ ‘સુબાઓ’ ‘પરગણા’ મા ‘આધુનિક’ ઢબે વ્યવસ્થિત કર્યુ, ‘’ગુલામી’’ પ્રથાનો અંત કર્યો, તેને ફરજીયાત ‘’સતિપ્રથા’’ બંધ કરાવી. ‘’કન્યા’’ની હત્યા માટે ‘કડક’ સજાની જોગવાઈ કરી, ‘બાળ-લગ્ન’’ પર ‘પ્રતિબંધ’ મુક્યો, તથા ‘વિધ્વા’ પુન:લગ્ન માટે છુટ આપી, ‘મહાન અકબરે’ ‘’વેશ્યાવૃત્તિ’’ તથા ‘’ભિક્ષુકવૃત્તિ’’ પર ‘નિયંત્રણો’ મુક્યા,‘સામાજિક’ સુધારાઓને ‘અમલ’ કરવા તેને ખાસ ‘અધિકારીઓ’ની ‘નિમણુક’ કરી, ‘મહાન  અકબરે’ ‘દિલ્હી’‘આગ્રા’‘શિયાલકોટ’ તથા ‘’ફતેપુર-સિક્રિ’’માં ‘’ઉચ્ચ શિક્ષ્ણ’’ આપતી ‘શાળા’ઓ સ્થાપી, ‘મહાન અકબરે’ ‘’ફત્તેપુર-સિક્રી’’માં ‘કન્યા’ઓને ‘શિક્ષણ’ માટે ‘અલગ’ ‘કન્યા’શાળા’ ખોલી આપી હતી, તેણે ‘સંસ્કૃત’‘અરબી’‘તુર્કિ’ વગેરે ‘ભાષાઓ’ના ‘ઉત્તમ’ ‘પુસ્તકો’ના ‘અનુવાદ’ માટે અલગ ‘અનુવાદ’ વિભાગ સ્થાપ્યો ‘રામાયણ’ ‘મહાભારત’ ‘અથર્વવેદ’ ‘લિલાવતી’ ‘ગણિત’‘રાજતરંગિણી’ ‘પંચતંત્ર’ ‘હરિવંશ’ ‘પુરાણ’ વગેરે ‘સંસ્કૃત’ ‘ગ્રંથો’ના ‘’ફારસી’’માં ‘’બદાયુની’ ‘’અબુલ ફઝલ’’‘ફૈઝી’ વગેરે ‘પાસે’ અનુવાદ કરાવ્યા. તેણે ‘’અબ્દુરરહીમ ખાનખાના’’ પાસે ‘’બાબરનામા’’નો ‘’તુર્કિ’’ માંથી ‘’ફારસી’’માં અનુવાદ કરાવ્યો.

‘મહાન અકબર’’ના સમયમાં સ્થાપત્યો

 સંત ‘’શેખ સલીમ ચિસ્તી’’ના સાનિધ્યમાં ‘’આગ્રા’ પાસે ‘’ફતેપુર‌-સિક્રી’’ નામે નવું  ‘શહેર’ વસાવ્યુ. આ શહેરનો ‘’બુલંદ’’ ‘દરવાજો’ બંધાવ્યો આ દરવાજો ‘’વિશ્વ’’ ના મોટા દરવાજાઓ માનો એક છે. ”અકબરી બ્રીજ’ (જોનપુર યુ.પી.)

તેણે ‘’જામા મસ્જિદ’’ ‘’રાણી જોધાબાઈ’’નો મહેલ ‘’બિરબલ’’નો મહેલ ‘’દીવાને-આમ ‘’ ‘’દીવાને ખાસ’’ તથા ‘’પ્રાર્થનાગ્રુહ’’ વગેરે બંધાવ્યા હતા.    

                                        ‘’મહાન અકબર’’ નું અવસાન ‘’ફતેહ-પુર-સિક્રી’’ ખાતે ઈ.સ.1605 ની ઓક્ટોમ્બર ની 27 તારીખ ના રોજ (આ) થયુ હતુ. ‘મહાન અકબર’ને  ‘સિકન્દરા’ ‘આગ્રા’ ખાતેના ‘મકબરા’માં દફનાવાયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *